(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
નાણા મંત્રી અરૂણ જેટલી પર ટ્‌વીટ કરનાર રાહુલ ગાંધીનો બચાવ કરતાં કોંગ્રેસે શનિવારે કહ્યું કે જો આવું ટ્‌વીટ કરવાથી વિશેષાધિકાર ભંગનો મામલો બનતો હોય તો ભાજપે ઘણા બધા ટ્‌વીટના મુદ્દે દોષી ગણવો જોઈએ. શાસક પાર્ટી પર પ્રહાર કરતાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે મનમોહન પરની મોદીની ટીપ્પણીનો ઉલ્લેખ કર્યો. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની ચૂંટણી ટાણેના પ્રચારનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. વીડિયો ક્લીપમા દેખાતું હતું કે મોદી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી,પાકિસ્તાની ઉચ્ચાયુક્ત તથા કોંગ્રેસના નેતા મણીશંકર ઐયર વચ્ચે થયેલી કથિત મુલાકાત વિશે વાતો કરતા દેખાતાં હતા. કોંગ્રેસના સીનિયર નેતા આનંદ શર્માએ કહ્યું કે