લંડન, તા. ૧૮
ઈંગ્લેન્ડ ટીમના ઓપનર અને પૂર્વ કપ્તાન એલેસ્ટર કૂકે પોતાની સર્વકાલીન ટેસ્ટ ટીમ જાહેર કરી છે. કુકે આ ટીમમાં એશિયન ક્રિકેટના પાવરહાઉસ ભારત અને પાકિસ્તાનના એકપણ ક્રિકેટરને સ્થાન આપ્યું નથી. તેની સર્વકાલીન ટેસ્ટ ટીમમાં ન તો સચિન તેન્ડુલકર, દ્રવિડ અને કપિલદેવ જેવા મહાન ભારતીય ખેલાડીઓને સ્થાન અપાયું છે, ના તો પાકિસ્તાનના ઈમરાનખાન, વસીમ અકરમ અને જાવેદ મિયાંદાદ આમાં સ્થાન મેળવી શક્યા છે. આવામાં તેની સર્વકાલીન ટેસ્ટ ટીમને લઈ સવાલ ઉઠવા લાગ્યા છે. શ્રીલંકાના સંગાકારા અને મુરલીધરનને કુકે પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. કુકે પોતાની ટીમમાં ઓસ્ટ્રેલિયાના સૌથી વધારે ચાર ખેલાડીઓને સ્થાન આપ્યું છે. ઈંગ્લેન્ડ, દ.આફ્રિકા અને શ્રીલંકાના બે-બે ખેલાડી આ ટીમમાં છે. જ્યારે વેસ્ટઈન્ડિઝના બ્રાયન લારાને ટીમમાં સ્થાન મળ્યું છે.
ટીમ : ગ્રેહામ ગૂચ (કપ્તાન), હેડન, લારા, પોન્ટિંગ, ડિવિલિયર્સ, સંગાકારા, કાલિસ, મુરલીધરન, શેન વોર્ન, એન્ડરસન, મેકગ્રા.