(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
ભાજપના ઘોષણાપત્રના વિપક્ષી દળોએ આજે લીરે લીરા ઉડાવ્યા હતા જેમાં વાયદાઓની લહાણી કરવામાં આવી છે. ભાજપે આગામી વર્ષમાં જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓને ખાસ અધિકાર આપતો કાયદો નાબૂદ કરવા અને ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો છે. કોંગ્રેસના નેતા અહમદ પટેલે સંકલ્પ પત્રની ટીકા કરતા કહ્યું કે, તેના ૨૦૧૪ના ચૂંટણી દસ્તાવેજોમાં ‘સામાન્ય રીતે કોપી પેસ્ટેડ’ ગણાવ્યો હતો અને તમામ મર્યાદાઓને વધારવાનું ગણાવ્યું હતું. કોંગ્રેસ અને ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરા વચ્ચેના તફાવતને ટાંકીને કોંગ્રેસે પાર્ટી દ્વારા ‘માફીનામા’ જારી કરવાની માગણી કરી છે. સુરજેવાલાએ ભાજપના ઘોષણા પત્રને ભ્રમોનો પત્ર ગણાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે જણાવ્યું કે ભાજપના ચૂંટણી ઢંઢેરા અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વચ્ચેનો તફાવત સર્વપ્રથમ કવર પેજથી જ જોઇ શકાય છે. અમારા પ્રથમ કવર પેજ પર લોકોની ભીડ છે જ્યારે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં માત્ર એક જ વ્યક્તિનો ચહેરો છે. ચૂંટણી ઢંઢેરાને બદલે ભાજપે ‘માફીનામા’ સાથે બહાર આવવું જોઇએ. અહમદ પટેલે એવું પણ કહ્યું કે કોંગ્રેસના ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે હવે ન્યાય થશે અને હવે ન્યાય થઇને રહેશે. જુઠનો ફુગ્ગો વધુ સમય સુધી ચાલવાનો નથી. બધા લોકોને હંમેશ માટે ગેરમાર્ગે દોરી શકાય નહીં. સીપીએમના નેતા સીતારામ યેચૂરીએ કહ્યું કે, તેમણે ગયા વખતે જે વચનો આપ્યા હતા અને પુરા કરી શક્યા નથી તેવો સમગ્ર જુમલાપત્ર છે. આત્મહત્યામાંથી ખેડૂતોને બચાવવાનું શું થયું ? કોંગ્રેસે ગયા અઠવાડિયે પોતાનો ઘોષણાપત્ર જાહેર કર્યો હતો જેમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સામાન્ય માનવી જેનો સામનો કરે છે તેવા મુદ્દાઓ પર ધ્યાન અપાયું છે. તેમણે પાંચ મુખ્ય મુદ્દા આપ્યા હતા જેમાં ન્યાય યોજના, નોકરીઓનું સર્જન, જીએસટીમાં ફેરફાર, શિક્ષણ અને મફત સ્વાસ્થ્ય સેવા માટે બમણું બજેટ સામેલ છે.