વોસૈસ્ટર, તા.ર૭
કાઉન્ટી ક્રિકેટમાં અશ્વિને બોલિંગ બાદ બેટીંગમાં શાનદાર પ્રદર્શન કરી અર્ધસદી ફટકારી છે તેણે વોસ્ટરશાપર તરફથી રમતા ડરહામ વિરૂદ્ધ અર્ધસદી બનાવી અશ્વિન ૧૩૦ બોલમાં ૮ર રન બનાવી ટીમ તરફથી હાઈએસ્ટ સ્કોરર રહ્યો તેની ઈનિંગની મદદથી વોસ્ટરશાપરની ટીમ ૯૦.ર ઓવરમાં ૩૩પ રન બનાવવામાં સફળ રહી. ટીમ તરફથી કલાર્ક (૬પ) અને બર્નાડે (૭પ) પણ અર્ધસદી ફટકારી ઓસી સામેની વન-ડે સિરીઝમાં આરામ અપાયા બાદ અશ્વિનની કાઉન્ટીમાં આ ચોથી મેચ છે અશ્વિન પહેલીવાર કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે.