Ahmedabad

ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહના મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે ‘નીટ’ને લઈ ૩૫ દિવસના કોર્ષનું આયોજન

અમદાવાદ, તા.ર૮
સ્કોલર કેરિયર એકડમી અને ડૉ.નાકાદાર ઇન્સ્ટીટ્યુટ ઓફ નોલેજ દ્વારા ગુજરાતનાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ માટે ૩૫ દિવસનાં NEETનાં કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અદ્યતન હોસ્ટેલ સાથે વિષય નિષ્ણાત અને અનુભવી શિક્ષકો દ્વારા ઈંગ્લીશ અને ગુજરાતી માધ્યમમાં ૩૫ દિવસ માટે NEETનો કોર્ષ શરૂ કર્યો છે. આજનાં મોંઘવારીનાં યુગમાં વાલીઓ માટે પોતાનાં દીકરા/દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની ઉચ્ચ ગુણવત્તાની તૈયારી સાથે- સાથે નૈતિક અને ચારિત્ર્ય ઘડતરનાં સિંચન દ્વારા સુરક્ષિત વાતાવરણમાં સફળતા અપાવાની ઉમદા તક છે. પ્રવેશ માટે વેબસાઈટ www.drnik.net/scanikપર ઓનલાઈન અરજી કરી શકાશે. તેમજ અન્ય જરૂરી માહિતી માટે ડૉ. સાજીદ મોગલ – PhD IIT Mumbai  અને ડૉ. યાસીર ઉમર- PhD Coimbtoreનો ૯૫૧૦૦ ૨૦૦૩૦, ૭૩૮૩૩ ૨૯૨૬૬ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.