(એજન્સી) પ્રયાગરાજ, તા.૧પ
યોગ ગુરૂ બાબા રામદેવે મુસ્લિમોને ‘ગૌમૂત્ર’ ઉપયોગ કરવાની સલાહ અપાતા મુશ્કેલીમાં મૂકાયા છે. એબીવી ન્યુઝના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશની પ્રયાગરાજ કોર્ટે બાબા રામદેવને એમણે અપાયેલ નિવેદન બદલ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. એમને એક અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહેવાયું છે. સૂત્રોએ જણાવ્યું કે, પ્રયાગરાજની એડીજે કોર્ટે રરમી નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરશે. કોર્ટે બાબા રામદેવને પૂછ્યું છે કે, તમે કયા આધારે મુસ્લિમોને “ગૌમૂત્ર” ઉપયોગ કરવાની સલાહ આપી છે. કયા ધાર્મિક પુસ્તકોના આધારે મુસ્લિમોને ગૌમૂત્ર ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. નોંધનીય છે કે યોગગુરૂ બાબા રામદેવે હાલમાં કહ્યું હતું કે, “ગૌમૂત્ર” મુસ્લિમોને પણ અસ્વીકાર્ય છે કારણ કે એનો ઉપયોગ સારવાર માટે કરવામાં આવે છે. એમણે દાવો કર્યો હતો કે, કુર્આનમાં લખેલ છે કે ગૌમૂત્રનો ઉપયોગ સારવાર માટે કરી શકાય છે.