(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
સુરતના ડભોલી વિસ્તારના સ્વામી નારાયણ મંદિરના સાધુ બાબાએ એક યુવતિ સાથે બળાત્કાર ગુજારવાના મામલે કતારગામ પોલીસે પીડિતાનું સીઆરપીસી – ૧૬૪ મુજબનું નિવેદન નોંધાવવા માટે એક અરજી ચીફ કોર્ટ સમક્ષ કરી હતી. જાકે, આ અરજી પર અદાલતને હાલમાં કોઇ તારીખનો ઓર્ડર કર્યો ન હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ડભોલી ચાર રસ્તા પાસે સ્વામીનારાયણ મંદિર આવેલુ છે. આ મંદિરમાં નિકુંજ સ્વામી નામનો મહારાજ રસોડાનની કામગીરી સ઼ભાળી રહયા છે. નિકુંજ સ્વામી અને વચેટીયા બાઈ બેરીબેન વચ્ચે અત્યાર સુધીમાં ફોન પર ૩૮ વાર વાત-ચીત થઈ ચૂકી હતી. બેરીબેન પાસે જહાંગીરપુરાની રહેવાસી એક મહિલા તબીબી ખર્ચ માટે મદદની માંગણી કરતા તેણીએ નિકુંજ સ્વામીનો સંપર્ક કરાવ્યો હતો. અને ત્યારબાદ મદદ મેળવવાના બહાને યુવતી સાધુબાવાનો સંપર્ક કરતી હતી. નિકુંજ સ્વામીએ તેની સાથે બબ્બે વાર બળાત્કાર ગુજારતા તેણીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાવાની ધરપકડ કરી શુક્રવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે પીડિતાનું નિવેદન નોંધાવવા માટે ૧૬૪ મુજબની અરજી પણ કોર્ટમાં કરી હતી.