(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
નીરવ મોદી સામે ઈડી દ્વારા નવા કાનૂન મુજબ મુંબઈની કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ હતી. ભાગેડુ આર્થિક ગુનેગાર માટેના નવા કાનૂન હેઠળની અરજીની સુનાવણી બાદ હીરાના વેપારી નીરવ મોદીના ભાઈ નિશાલ મોદી અને બહેન પૂર્વી મોદીને સમન્સ મોકલ્યા હતા. તેઓને રપ સપ્ટેમ્બર પહેલાં કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. નહીંતર નવા કાનૂન મુજબ તેમની મિલકતો જપ્ત કરાશે. જેઓ પંજાબ નેશનલ બેંક સાથે ૧૩,પ૦૦ કરોડના ગોટાળાના આરોપી છે અને વિદેશ ભાગી ગયા છે. ન્યાયાધીશ એમ.એસ.આઝમીની કોર્ટે સ્થાનિક અખબારોમાં ભાગેડુ નીરવ મોદીના નામે નોટિસો મોકલી છે. નિશાલ અને પૂર્વી પણ નાણાંકીય હેરાફેરીમાં સામેલ હોવાનું ઈડીએ કોર્ટને જણાવ્યું હતું જેઓ વિદેશ ભાગી ગયા છે.
ભાગેડુ કાનૂન મુજબ નીરવ મોદીના ભાઈ-બહેનને રપ સપ્ટેમ્બર સુધીમાં કોર્ટમાં હાજર થવા ફરમાન

Recent Comments