કોડીનાર,તા.ર
ન્યાયતંત્ર ઉપર મને પૂરપૂરો વિશ્વાસ છે મારા જામીન રદ થયા છે. પણ મારે કયારે-કોની સમક્ષ, કઈ જગ્યાએ હાજર થવાનું છે. તે કોર્ટ કહેશે. ત્યારે તેના આદેશ અનુસાર હું ચોક્કસ હાજર થઈશ. અને હું ગમે તે ઘડીએ કોર્ટના આદેશનું પાલન કરવા તૈયાર જ છું. એમ બુધવારે સાંજે સાત વાગ્યે જૂનાગઢના માજી સાંસદ દિનુ સોલંકીએ કોડીનારના હરમડિયા ગામે યોજેલ ગીરગઢડા તાલુકાના ૩પ ગામોના અગ્રણીઓ અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં જનમેદની સાથે યોજેલ નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં જણાવ્યું હતું.
સ્હેનમિલન કાર્યક્રમ પુરો થયા બાદ યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોએ દિનુ સોલંકીએ ખુલ્લા આક્ષેપ સાથે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં હું રહી ન શકું તે માટે કોંગ્રેસના નેતાઓએ કાવાદાવા કર્યા છે. પરંતુ આ વિસ્તારની પ્રજા મારી સાથે જ છે અને રહેશે. સ્નેહમિલનના આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અશ્વિનભાઈ આણદાણી, ગીરગઢડા તથા કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખો, સરપંચો સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.