(એજન્સી) તા.૧ર
ધ વાયરને આપેલા ઇન્ટરવ્યુમાં, ભારતના પ્લાનિંગ કમિશનના પૂર્વ ડેપ્યુટી ચેરમેન, મોન્ટેક સિંઘ આહલુવાલિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હવે સરકારના નિયંત્રણની બહાર નીકળી ગયું છે. આહલુવાલિયાએ જણાવ્યું હતું કે, જ્યારે ચીજવસ્તુઓ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટના દાયરામાંથી ઘટાડવા જેવા મુદ્દાઓ અંગે પણ યોજના પંચે ૨૦૧૧માં ભલામણ કરી હતી, ત્યારે આજે ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ની કટોકટી દરમિયાન એક અધિનિયમ દ્વારા તેને લાગુ કરવું એ ખોટું છે અને આ સરકારની ભૂલ છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યોને ખેતીના નિર્ણાયક પ્રશ્નો નક્કી કરવા દેવાની મંજૂરી આપવી જરૂરી છે. ભારતના પ્લાનિંગ કમિશનના પૂર્વ ડેપ્યુટી ચેરમેને એવું પણ કહ્યું હતું કે આ સરકાર સંસદીય બહુમતીને ઘાતક બળના સાધન તરીકે ઉપયોગ કરી રહી છે જે ખોટું છે. આહલુવાલિયાએ કહ્યું કે, પંજાબને ધીમે ધીમે ઘઉં અને ચોખાના લઘુત્તમ ટેકાના ભાવોથી ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાક તરફ ધીમે ધીમે આગળ વધવાની જરૂર છે, પરંતુ કૃષિ અંગેના નિર્ણયો રાજ્યોના કાર્યક્ષેત્રમાં જ રહેવા જોઈએ. દેશની અર્થવ્યવસ્થા પર તેમણે કહ્યું હતું કે ભારત એવું માની શકે નહીં કે તે આપમેળે ૭-૮% વૃદ્ધિ ઉપર ફરીથી આવી જશે તેના માટે આપણે નક્કર પગલાં લેવા જરૂરી છે અને એ પગલાં એવા હોવા જોઈએ જેનાથી સ્પષ્ટ ગતિએ વૃદ્ધિ નોંધાઈ શકે અને તે માટે ભારતે નીતિમાં ફેરફારો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે બધા એશિયન દેશો પ્રત્યે રસ અને તરલતાની લહેર આજે જોવા મળી રહી છે, તે પણ સાચું છે કે રોગચાળા દરમિયાન વૃદ્ધિમાં ઘટાડો સર્જાયો હતો તે સૌ એશિયન દેશો માટે ‘સમાન’ નહોતો, ઘણા લોકોની નોકરીઓ ગઈ છે અને વ્યવસાયો કાયમી ધોરણે બંધ થઈ ગયા છે અને આર્થિક પિરામિડના તળિયે અને ઉપરના લોકો વચ્ચે ખૂબ વ્યાપક અંતરનું જોખમ પણ છે. આહલુવાલિયાએ જણાવ્યું હતું કે, નાણાકીય ખાધની આસપાસની વાસ્તવિક પરિસ્થિતિ વિશે અર્થવ્યવસ્થાના પુનર્નિર્માણ માટે એક મહત્ત્વની આવશ્યકતા એ છે કે સ્પષ્ટતા સાથે પગલાઓ ભરવા પડશે. આપણી સરકારો સ્પષ્ટ રીતે કોઈ નક્કર પગલાં લેતી નથી. રોગચાળાને કારણે રાજકોષીય ખાધ નોંધપાત્ર રીતે વધી હોવાનું તેમણે સ્વીકાર્યું હતું, અને કહ્યું હતું કે વૈશ્વિક નાણાકીય સંસ્થાઓને વૃદ્ધિ માટે સ્પષ્ટ સંકેત મોકલવા પડશે. તેમણે કહ્યું હતું કે વર્તમાન નાણાકીય ખાધ (કેન્દ્ર અને રાજ્યો) મોટાભાગે ૧૨%થી ૧૪%ની રેન્જમાં હોય શકે છે. આહલુવાલિયાએ એમ પણ કહ્યું હતું કે ભારત દ્વારા આરસીઈપીનો ભાગ ન બનવું ખૂબ જ નિરાશાજનક છે. એ ભારતની વેપાર નીતિની નબળાઇ છે અને અન્ય લોકો સાથે સંકલન ન કરવાને બદલે વધુ સંરક્ષણવાદ દેખાઈ આવે છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાદેશિક વેપાર કરારનો ભાગ બનવાની મહત્ત્વની તક ભારતે ગુમાવી દીધી હતી, જ્યાં તે પોતાના નીતિ નિયમો બનાવી શકે છે. આ સંધિથી દૂર થવું એ દર્શાવે છે કે ભારતના પગલાઓ વેપારની નીતિ અંગે તેની વાતો સાથે સુસંગત નથી.