(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
જવાહરલાલ નહેરૂ યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા ફી વધારા મુદ્દે સંસદ કૂચ દરમિયાન પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જ મુદ્દે રાજ્યસભામાં વિપક્ષના સભ્યો દ્વારા હોબાળો કરાયો હતો અને પોલીસ અત્યાચારને વખોડવામાં આવ્યો હતો. સીપીઆઈના નેતા ડી.રાજાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ પર પોલીસનું દમન અત્યાચારી અને ગંભીર હતું. મોદી સરકાર અને જેએનયુ તંત્રએ સમજવું જોઈએ કે, વિદ્યાર્થીઓ માત્ર પોતાના માટે નહીં પણ ભાવિ પેઢી માટે પણ લડી રહ્યા છે. સીપીઆઈના અન્ય નેતા બિનોય વિશ્વમે માંગ કરી હતી કે, આ મુદ્દે રાજ્યસભાનો ભંગ કરવો જોઈએ. સૂર પૂરાવતા આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહે દિલ્હી પોલીસની ટીકા કરી કહ્યું કે, માગણીઓ બદલ યુનિ.ના વિદ્યાર્થીઓને પહેલીવાર નિર્દયતાથી માર મરાયો છે. તેમણે કહ્યું કે, આ એ જ દિલ્હી પોલીસ છે જેને વકીલો દ્વારા હુમલો કરતાં ફરિયાદો કરીને માર્ગો પર ઉતરી હતી. શું હવે તે નિર્દોષ વિદ્યાર્થીઓને મારશે અને તેમના યુનિફોર્મને ખેંચશે. બીએસપીના દાનીશ અલીએ લોકસભામાં મુદ્દો ઉઠાવતા કહ્યું પોલીસને ક્રૂરતાથી માર માર્યો છે અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ એ કમનસીબ બાબત છે. તેમણે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી.
હોસ્ટેલ ફી વધારાના દેખાવો મુદ્દે JNUના બે વિદ્યાર્થીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ
દિલ્હી પોલીસે હોસ્ટેલ ફી વધારા મુદ્દે દેખાવો કરનારા જેએનયુના બે વિદ્યાર્થીઓ વિરૂદ્ધ મંગળવારે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, કિશનગંજ પોલીસ સ્ટેશન ખાતે એક વિદ્યાર્થી વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ છે જ્યારે બીજા વિરૂદ્ધ લોધી કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ડીસીપી અતુલકુમારે કહ્યું કે, જાહેરમાં અધિકારીઓને ખોરંભે પાડવા અને તેમને ફરજ બનાવવા ન દેવા બદલ આ વિદ્યાર્થીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.
Recent Comments