– ડો.અરૂણકુમાર ભગત (એસોસિએટ પ્રોફેસર)

પત્રકારિતા જગતમાં રોજગારીની નવી તકો ઉદ્‌ભવવાને કારણે તેમાં કેરિયર બનાવનારાઓની સંખ્યા ઝડપથી વધી છે. આ ક્ષેત્ર પડકારોથી ભરપૂર છે અને તેમાં કામ કરનાર વ્યક્તિની ઓળખ બીજા લોકો કરતા કંઈક અલગ જ ઊભી થાય છે. જો તમે કંઈક અલગ જ કરવાની ક્ષમતા ધરાવો છો તો આ ક્ષેત્રમાં ઉચ્ચ સ્તર સુધી જઈ શકો છો. સમાચાર પત્ર-મેગેઝિનની દુનિયા હોય કે ઈલેકટ્રોનિક મીડિયા, રેડિયોના અવાજનો જાદુ હોય કે પછી વેબ -પત્રરકારિતાનો અમર્યાદિત સંસાર, તમામ ઉત્સાહી અને પરિશ્રમી કર્મીઓને પોત-પોતાની રીતે એક મંચ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

માસ કોમ્યુનિકેશનના ક્ષેત્રો

પ્રિન્ટ જર્નાલિઝમ

આ ક્ષેત્રમાં સમાચારોને એકત્ર અને સંપાદિત કરી સમાચારપત્રો-મેગેઝિનોના માધ્યમથી દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે. સમાચાર પત્રના બે ભાગ હોય છે. ડેસ્ક અને રિપોર્ટિંગ. ડેસ્ક પર કોપી રાઈટિંગ અને સંપાદનનું કામ કરવામાં આવે છે. ડેસ્કનું કામ રિપોર્ટર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ સામગ્રીના કેન્દ્રીય ભાવને પ્રાધાન્ય આપતા તેના ભાષાઈ પક્ષને મજબૂતી પ્રદાન કરવાનું હોય છે. આ કામ તે જ લોકો કરી શકે છે જેમની પાસે ભાષાનું જ્ઞાન તો હોય જ, સાથે જ તેમની નજર પોતાની આસપાસની ઘટનાઓથી લઈને દેશ-વિદેશની ખબરો ઉપર પણ હોય. ફિલ્ડ વર્ક એટલે કે રિપોર્ટિંગ તેમના માટે યોગ્ય છે. જેઓ ખબરોની અંદર છૂપાયેલા સત્યને બધા સમક્ષ લાવવાની કાબેલિયત ધરાવે છે અને સંપર્ક બનાવવામાં કુશળ હોય. જેથી સૂત્ર તરીકે પોતાના સંપર્કોનો ઉપયોગ કરી તેઓ અંદરનું સત્ય બહાર લાવી શકે. ઉપરાંત ફોટો જર્નાલિસ્ટ પણ હોય છે. જે રિપોર્ટિંના કામોમાં જીવંત તસવીરોથી ચાર ચાંદ લગાવી દે છે.

ઈલેકટ્રોનિક મીડિયા

ઈલેકટ્રોનિક મીડિયાની જ દેન છે કે, સમાચાર, મનોરંજન, સૂચના અને શિક્ષણ સંબંધી વિષયોને દૂરના ક્ષેત્રોમાં પહોંચાડવું શક્ય બન્યું છે. ટી.વી. સેટેલાઈટ કોમ્યુનિકેશન, કેબલ સર્વિસ, રેડિયો સ્ટેશન વગેરેના વધતા નેટવર્કને કારણે ભવિષ્ય ઉજ્જવળ છે. ઈલેકટ્રોનિક મીડિયામાં રિપોર્ટરની સાથે કેમેરામેન હોય છે. જે પરિસ્થિતિઓના હિસાબે ફોટા પાડે છે. જેથી ખબર રોચક લાગે. સમાચાર ઉપરાંત ઈલેકટ્રોનિક મીડિયામાં પણ ફીચરમાં અવસરો હોય છે. ફીચરમાં વિવિધ વિષયો પર સામગ્રી તૈયાર કરી ગ્રાફિક્સના માધ્યમથી દર્શકો સમક્ષ પ્રસ્તુતિ આપવામાં આવે છે.

વેબ મીડિયા

માસ કોમ્યુનિકેશનના નવા ક્ષેત્રરૂપે વેબ મીડિયા ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. વેબ મીડિયાના આવવાથી મીડિયાનો દાયરો વ્યાપક થયો છે. સમાચારોના કરોળિયાજાળમાં વેબ મીડિયા સશક્ત માધ્યમ બની ગયું છે. આજકાલ દરેક ન્યૂઝ ચેનલ અને સમાચાર પત્રની વેબસાઈટ છે. કેટલીક સ્વતંત્ર વેબસાઈટે પણ પાઠકો સુધી પોતાની મજબૂત પકડ બનાવી છે. વેબસાઈટમાં ખબરોને વાચકો સુધી પહેલા પહોંચાડવાની હોડ લાગી રહે છે.

અવસર

પત્રકારિતા સાથે જોડાનારા લોકો સમાચારપત્રો-મેગેઝિનો, પ્રેસ સૂચના બ્યૂરો, વેબસાઈટ, પ્રોડકશન હાઉસ, ન્યૂઝ એજન્સી, દૂરદર્શનથી લઈને રાષ્ટ્રીય તેમજ ક્ષેત્રય પ્રાઈવેટ ચેનલોમાં રોજગારી મેળવી શકે છે. રિપોર્ટર, સ્તંભકાર, ફોટોગ્રાફર, રિસર્ચર, પબ્લિકેશન,ડિઝાઈન, ફિલ્મ મેકિંગ, સ્ક્રિટર  એન્કરિંગ, ફ્રીલાંસિંગ ઉપરાંત એક સમાચાર વિશ્લેષક રૂપે પણ કારકિર્દી ઘડી શકાય છે. માસ્ટર ડિગ્રી બાદ શોધ કરી અધ્યાપનના ક્ષેત્રમાં પણ પોતાનું કેરિયર બનાવી શકાય છે.

શૈક્ષણિક યોગ્યતા

માસ કોમ્યુનિકેશનમાં બેચલર ડિગ્રી માટે ન્યુનત્તમ ડિગ્રી ધોરણ ૧ર, પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ માટે કોઈપણ વિષયમાં સ્નાતક હોવું જરૂરી છે. કેટલીક સંસ્થાઓ પત્રકારિતામાં એક વર્ષીય અને ૬ મહિનાનું પ્રમાણપત્ર અભ્યાસક્રમ પણ સંચાલિત કરે છે.

વ્યક્તિગત યોગ્યતા

જો તમે પત્રકારિતામાં કેરિયર બનાવવા ઈચ્છો છો તો તમારામાં કેટલાક વ્યક્તિ ગુણ હોવા પણ જરૂરી છે. જેમ કે, કોમ્યુનિકેશન સ્કિલ્સની સાથે કરંટ અફેરની જાણકારી હોવી, વિચારોમાં નિષ્પક્ષતા, પરિપકવતા અને તાર્કિકતા હોવી જરૂરી છે. પત્રકાર બનવા માટે ન્યુઝ અને સમ-સામયિક વિષયોની સમજ હોવી જોઈેએ. સૂચનાઓને સમજી તેને તરત જ પોતાના સટીક ભાષામાં લખવા અને બોલવાની કલા આવવી જોઈએ.

વેતન

માસ કોમ્યુનિકેશનમાં પ્રોફેશનલ કોર્સ કર્યા બાદ શરૂઆતમાં મહિને ૧ર,૦૦૦થી રપ,૦૦૦ રૂપિયા વેતન મળી જાય છે. ધીમે ધીમે અનુભવ મળ્યા બાદ તમારો પગાર પ૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ રૂપિયા અથવા તેનાથી વધુ પણ હોઈ શકે છે.

અભ્યાસક્રમ

માસ કોમ્યુનિકેશનમાં અનેક પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે. જુદા જુદા કોર્સ માટે શૈક્ષણિક યોગ્યતા પણ જુદી છે. બેચલર ડિગ્રી ઈન માસ કોમ્યુનિકેશન, પીજી ડિપ્લોમા ઈન બ્રોડકાસ્ટ જર્નાલિઝમ, એમ.એ. ઈન માસ કોમ્યુનિકેશન, એમ.એ.ઈન જર્નાલિઝમ, ડિપ્લોમા ઈન ડેવલપમેન્ટ જર્નાલિઝમ, ડિપ્લોમા ઈન કોમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રીલેશન, પી.જી.ડિપ્લોમા ઈમ માસ મીડિયા ઉપરાંત ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ પણ ઉપલબ્ધ છે.

શું કહે છે વિશેષજ્ઞ

મીડિયામાં અપાર સંભાવનાઓ છે. પહેલાની સરખામણીએ વાચકોની સંખ્યા પણ વધી છે. સમાચારપત્રોમાં નવી આવૃત્તિઓ લોન્ચ થવા અને ન્યુઝ ચેનલની ક્ષેત્રીય ભાષાઓમાં ચેનલ શરૂ થવાથી આ ક્ષેત્ર એ લાખો યુવાનઓને રોજગારી આપી છે. એફ.એમ. અને વેબ પોર્ટલની વધતી દુનિયાથી રોજગારીની અનેક સંભાવનાઓ ઝડપથી વધી છે. હવે, તો તમે વેબ જર્નાલિસ્ટરૂપે ઓછાં સમયમાં આ ક્ષેત્રમાં સારી ઓળખ કાયમ કરી શકો છો.

(સૌ. : હિન્દુસ્તાન)