નવી દિલ્હી, તા.૨
સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત જસ્ટિસ લોઢા કમિટીએ ઉત્તર-પૂર્વના રાજ્યોને રણજી ટ્રોફીમાં પ્રવેશ આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, પરંતુ આ રાજ્યો રણજીના ડેબ્યૂ પાછળના ખર્ચને પહોંચી વળે એમ નથી. જોકે, તેમનો આ બધો ખર્ચ ખુદ ક્રિકેટ બોર્ડ ઉપાડી લેશે. આમાંના અમુક રાજ્યો (સિક્કિમ, અરુણાચલ પ્રદેશ)ની રણજી ટીમો ઘરઆંગણે માળખાકીય સગવડોના અભાવને કારણે ઘરઆંગણાની મૅચો તટસ્થ સ્થળે રમશે. ક્રિકેટ બોર્ડ ઇશાન ભારતના આ તમામ રાજ્યોની રણજી ટીમોને (પુરુષ, મહિલા અને યુવા વર્ગની તમામ કૅટેગરીઓ માટે) કોચ, ફિઝિયોથેરપિસ્ટ તથા ટ્રેઇનરો પૂરા પાડશે.