અમદાવાદ, તા.૨
વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદના આરોપી જગદીશભાઈ શિવકુમાર ભટ્ટ તથા તેમના પત્ની પારૂલબેન જગદીશભાઈ ભટ્ટના યુનિટેડ હાઉસિંગ લિમિટેડ નામની કંપની જયપુર રાજસ્થાન અશોકા ટાઉનશીપ કોર્પો. લિ.કંપની ચેન્નાઈ, કેનરિન હાઉસિંગ કોર્પો. લિ. ચેન્નાઈની કંપનીઓના કાયદેસરના એજન્ટ હોવાનું જણાવી આ કંપનીઓ સધ્ધર હોય અને વધુ પડતું વ્યાજ આપશે. સાડા ચાર વર્ષ અને પાંચ વર્ષમાં રોકેલ નાણાં ડબલ કરવાની જાહેરાત કરી, તથા નાણાંની જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે ૮ ટકા કે ૯ ટકા સાથે નાણાં પરત આપવાની જવાબદારી સ્વીકારી, વિશ્વાસ આપી, આ કંપનીઓ ન હોવા છતાં, કંપનીમાં નાણાં રોકેલાની ખોટી કંપનીના નામની કિંમતી જામીનગીરી એફડીની રસીદો બનાવી, કંપનીના નામના ખોટા સિક્કા બનાવી, અધિકારીના હોદ્દા ઉપર અલગ અલગ સહીઓ કરાવી, ખોટી રસીદો રોકાણકારોને જામીનગીરીમાં આપી, ફરિયાદી જાગૃતિબેન દલપતભાઈ ભાવસાર રહે.વિસનગર પાસેથી રૂા.૧,૧૭,૦૦,૦૦૦ના નાણાંનું કંપનીઓમાં રોકાણ કરાવી આ નાણાં પરત ન આપી છેતરપિંડી કર્યા બાબતની ફરિયાદ દાખલ થયેલી છે. આ ગુનાની તપાસ હાલમાં સીઆઈડી ક્રાઈમ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ચાલી રહી છે. આ લેભાગુ નામની કંપનીમાં જાહેર જનતા, રોકાણકારોએ નાણાં રોકેલ હોય અને પોતે છેતરાયેલ હોય તેવા ભોગ બનનાર રોકાણકારોએ પોતાની પાસેના આધાર પુરાવાની વિગતો સાથે આ ગુનાની તપાસ કરનાર અધિકારી એમ.એમ. સોલંકી ડિટેક્ટિવ પોલીસ ઈન્સ્પેક્ટર, આર્થિક ગુના વિરોધી સેલ, સીઆઈડી ક્રાઈમ, ગુજરાત રાજ્ય ગાંધીનગર, કેમ્પ-ઓ-સહયોગ સંકુલ, ૩જો માળ, પથિકાશ્રમ રેસ્ટ હાઉસ પાસે, ધ-રોડ સર્કલ-૩, સેક્ટર-૧૧ ગાંધીનગરનો કચેરી સમય દરમિયાન સંપર્ક કરવા તમામ ભોગ બનનારને સીઆઈડી ક્રાઈમે એક યાદીમાં જણાવ્યું છે.