અમદાવાદ, તા. ૭
શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નાથવા કામગીરી પૂરજોશમાં છે. જેમાં પોલીસ દ્વારા આજે સરખેજમાં મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.સરખેજની સાણંદ ચોકડીથી લઇને અંબર ટાવર સુધી રોડની બંને તરફ આવેલા ગેરકાયદે દબાણ દુર કરવામાં આવ્યાં હતા. જેમાં ૧૫૦થી વધુ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓના કાફલા સાથે લારી ગલ્લા ઉપરાંત સર્વિસ રોડ ઉપર વધારાના બાંધકામ કરેલી દુકાનો અને તેની ઉપરાના શેડ, શોરૂમ વગેરેનો સફાયો બોલાવી દેવામાં આવ્યો હતો.સોમવારે પણ સાણંદ ચોકડીથી રેલ્વે ક્રોસિંગ સુધીના માર્ગ પર બંને બાજુના દબાણો હટાવામાં આવ્યાં હતા. જેના પગલે કેટલાય લોકોએ લારી ગલ્લા હટાવી લીધા હતા. ઉપરાંત ટ્રાફિક પોલીસ વાહનો ટોઇંગ કરી ન જાય તેમજ દંડ ન ફટકારે તે માટે લોકોએ પોતાના વાહનો પહેલાથી જ હટાવી લીધા હતા.ગેરકાયેદ રીતે બાંધવામાં આવેલા મહિન્દ્રા કારના શોરૂમ પર પણ નું જેસીબી ફરી વળ્યું હતું. સાણંદ ચોકડીથી અંબર ટાવર દરમિયાન રસ્તાની બંને બાજુ સર્વિસ રોડ પર લોકોએ ભારે દબાણ કરતા ટ્રાફિક સમસ્યા વકરી હતી.
સરખેજ-સાંણદ ચોકડીથી અંબર ટાવર સુધી રોડની બંને બાજુના દબાણો દૂર કરાયા

Recent Comments