(એજન્સી) ગુવાહાટી,તા.પ
આસામ રાજ્યના ૧ર વામ લોકતાંત્રિક પાર્ટીઓએ બાબરી મસ્જિદના શહીદીની રપમી વર્ષગાંઠ પર એટલે કે ૬ઠ્ઠી ડિસેમ્બરે એક સાથે મળીને સાંપ્રદાયિક વિરોધી દિવસ ઉજવવાનો નિર્ણય લીધો છે. વામ દળના સંયોજક દેવેન ભટ્ટાચાર્યએ બાબરી મસ્જિદ શહીદીને ભારતીય ઈતિહાસનો કાળો દિવસ કહ્યો છે. એટલું જ નહીં સાથે એ પણ આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકારની નીતિઓ અને વર્તમાન કેન્દ્ર સરકાર દેશમાં સાંપ્રદાયિક શક્તિઓમાં વધારો કરી રહી છે અને સાંપ્રદાયિક વાતાવરણ ઉત્પન્ન કરી રહી છે. દેવેન ભટ્ટાચાર્યએ તે પણ કહ્યું છે કે સાંપ્રદાયિક વિરોધી દિવસના પ્રસંગે દીધલપુખરી નદીના કિનારે બે કલાકના ધરણા કરશે અને એક જુલૂસ પણ નીકળશે. નારો લગાવવા, સભા કરવા જેવી ચીજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ ૧ ડિસેમ્બરથી ૩૧ જાન્યુઆરી સુધી લાગુ રહેશે. તમને જણાવીએ કે કલમ ૧૪૪ એનઆરસી અપડેશન, આમસાંગ અભિયાન જેવી સંવેદનશીલ મુદ્દાઓને કારણે હિંસા ફેલાવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવી છે. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો કોઈ આ આદેશનું ઉલ્લંઘન કરશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.