(એજન્સી) કોલકાત્તા, તા.૪
ડાબેરી પક્ષોના નેતાઓએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર હુમલો કરતા કહ્યું કે, બંને એકબીજા સાથે મળેલ છે. એમણે પોતાના કાર્યકરોને કહ્યું કે, જુસ્સો બતાવી કેન્દ્રમાંથી મોદી સરકારને અન્ય રાજ્યમાંથી તૃણમૂલ સરકારને ઉખેડી ફેંકો. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલ રેલીમાં ડાબેરી પક્ષોના નેતાઓમાંથી સીતરામ યેચુરી કહ્યું, મોદી એક ખિસ્સા કાતરું છે. પાંચ વર્ષથી દેશને લૂંટ્યા પછી હવે બજેટ દ્વારા લોકોને નાણા પરત કરી રહ્યા છે. દીદી મોદીની ખિસ્સા કાતરુંઓ તરીકે સાથીદાર છે. દેશને નેતાઓની નહીં પણ નીતિની જરૂર છે. કમિટીના સભ્ય અને સાંસદ મોહમ્મદ સલીમે કહ્યું મમતા અને મોદી વચ્ચે ગુપ્ત સમજૂતી થયેલ છે. કેન્દ્ર સરકાર શારદા અને નારદા કૌભાંડોની તપાસ નહીં કરશે અને મમતા બંગાળમાં હિન્દુત્વ તોફાનીઓની સામે પગલાં નહીં લેશે. એમણે ડાબેરી પક્ષના કાર્યકરોને એક થવા હાંકલ કરી હતી. એમણે કહ્યું કે, જ્યારે હિટલર પણ લાલ ધ્વજને પરાસ્ત નહીં કરી શક્યો તો એમના પૌત્રો મોદી અને મમતા પણ નહીં કરી શકે. મોદી અને મમતા બંગાળીઓને ધર્મના નામે વહેંચવા પ્રયાસ કરી રહ્યા છે. પણ અમારી લડાઈ એમને જોડવા માટે છે. સીપીઆઈ(એમએલ)ના સેક્રેટરી દિપાનકર ભટ્ટાચાર્યે કહ્યું એક તરફ ભાજપ એનઆરસી દ્વારા ગેરકાયદેસર વસાહતીઓને દેશમાંથી બહાર કાઢવા પ્રયાસો કરે છે અને બીજીબાજુ એમને નાગરિકતા બિલ દ્વારા નાગરિકતા આપવા પ્રયાસો કરી રહી છે. આ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ભાગલા પાડવાનો કારસો છે. પહેલા અમને મોદીને દૂર કરવો છે. બંગાળમાંથી મમતાને સત્તામાંથી દૂર કરવા ફક્ત એક ધક્કાની જરૂર છે.