(એજન્સી) દાદરી, તા.ર૩
ઉત્તરપ્રદેશના દાદરી ખાતે બિસાડા ગામમાં ર૮ સપ્ટેમ્બર ર૦૧પના રોજ ગૌહત્યાની આશંકાએ મોહમ્મદ અખલાકની ટોળા દ્વારા માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડને લઈ આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. દેશના જુદા જુદા ભાગોમાં ગૌરક્ષાને લઈ ગૌરક્ષકો દ્વારા આવી હત્યા કરવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું.
આ ઘટનાને લઈ અઢી વર્ષ થઈ ગયા પણ અખલાકનો પરિવાર ન્યાય માટે હજી પણ રાહ જોઈ રહ્યો છે.
તાજેતરમાં આ કેસમાં સંડોવાયેલા ૧૮ આરોપીઓને જામીન મળ્યા હતા. ત્યારબાદથી અખલાકના પરિવારને કેમ પાછા ખેંચવા માટે સતત ધમકી મળી રહી છે. અખલાકના ભાઈ જાન મોહમ્મદે જણાવ્યું કે બિસાડાના કેટલાક ગ્રામજનો આરોપીઓ સાથે મળીને અમને ઘણીવાર કેસ પાછો ખેંચવા માટે સતત ધમકી મળી રહી છે. અખલાકના ભાઈ જાન મોહમ્મદે જણાવ્યું કે બિસાડાના કેટલાક ગ્રામજનો આરોપીઓ સાથે મળીને અમને ઘણીવાર કેસ પાછો ખેંચવાની ધમકી આપી ચૂક્યા છે. પણ આ વખતે આરોપીઓ પોતે આવીને અમને કેસ પાછો ખેંચવાની ધમકી આપી રહ્યા છે. મોહમ્મદે જણાવ્યું કે આરોપીઓ અને તેમના સાથીઓને મે કહ્યું કે કોર્ટ આ મામલે નિર્ણય લેશે. જો કે તેઓ હજી પણ તેમના પરિવારની સુરક્ષાને લઈ ચિંતિત છે. જો કે ભારતીય વાયુસેનાએ અખલાકના પરિવારને નવી દિલ્હી ખાતે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં ઘર પુરૂ પાડવામાં આવ્યું છે. કારણ કે સૌથી મોટો પુત્ર સરતાજ સેુનામાં કર્મચારી છે. પણ મોહમ્મદ હજી પણ દાદરીમાં જ રહે છે. જેથી તેને વારંવાર ધમકીઓ મળી રહી છે. મોહમ્મદના સલાહકાર અને વકીલ મોહમ્મદ યુસુફ શૈફીનું કહેવું છે કે તેઓ કેસ પાછો નહીં ખેંચે. આ માત્ર સાક્ષીઓને ડરાવી ધમકાવીને તેમના કેસને નબળો પાડવાનું ષડયંત્ર છે. અખલાકના કેસમાં સાક્ષીઓ તરીકે અખલાકનો પુત્ર દાનિશ, પત્ની ઈકરામ અને પુત્રી સાજીદા છે હવે વકીલ આ અંગે એપ્લિકેશન લખીને કોર્ટને આ મામલે જાણ કરવાનું વિચારી રહ્યા છે.
આરોપીઓ અખલાકના પરિવાર અને તેનો ભાઈ પર દબાણ કરી રહ્યા છે. આ જમીનનો સંપૂર્ણ પણે ઉલ્લંઘન છે. આરોપીઓ પીડિતાઓને ધમકાવી ન શકે તેમની જામીનને રદ કરાવવા અમે કોર્ટમાં અરજી કરીશું. આ કેસ મામલે અખલાકના પુત્ર દાનિશ સાથે પણ વાતચીત કરી હતી. જેણે ટોળા દ્વારા પોતાને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો અને ઘાયલ પણ થયો હતો. આ કેસમાં પણ તે સાક્ષી તરીકે છે.
આરોપીઓએ પીડિતાના પરિવાર સામે પાછી ફરિયાદ કરી હતી. કોર્ટના હુકમ પ્રમાણે પોલીસ અખલાકના પરિવાર સામે ગૌહત્યા એકટ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે ત્રણ મહિનાની અંદર આ તપાસ પૂરી કરવામાં આવે પણ દોઢ વર્ષનો સમય થઈ ગયો હજી પણ યુપી પોલીસે કોર્ટમાં ફાયનલ રિપોર્ટ જમા કરાવી નથી.
મારા ભાઈ સરતાજે આ મામલે સિનિયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ અને ઓફિસરો સાથે વાતચીત કરી હતી. હજી પણ કંઈ થયું નથી. પોલીસને લઈ અમે ભયભીત છીએ કારણ કે પોલીસ આરોપીઓને નજરઅંદાજ કરી રહી છે અને પોલીસ આરોપીઓ સામેના કેસને નબળો પાડી અમારા કેસ થકી અમે બ્લેકમેઈલ કરી શકે છે. અને અમારા કેસને બંધ કરી શકે છે. સરતાજે પોલીસને જણાવ્યું કે રાજકીય દબાણને લીધે પોલીસ ફાયનલ રિપોર્ટ નથી સોંપી રહી. દાનિશે દાવો કરતા કહ્યું દાદરી હત્યાકાંડ બાદ પોલીસ અખલાકના પરિવાર અને તેમના વકીલની સુરક્ષા માટે એક ગનમેનને રાખવામાં આવ્યો હતો. પણ થોડા મહિના બાદ યુપી પોલીસે વગર કોઈ કારણોસર વકીલના સુરક્ષા જવાનને હટાવી દીધો. મને ખબર નથી પોલીસે મારા સુરક્ષા જવાનને કેમ હટાવી દીધો મે પોલીસને લેખિતમાં સુરક્ષા જવાન અંગે પૂછ્યું કે મને મારા જીવનો ભય છે કારણ કે હું ખૂબ જ સંવેદનશીલ કેસના પીડિતાનો વકીલ છું. મોહમ્મદયુસુફ શૈફીએ જણાવ્યું જ્યારે અખલાકના સૌથી મોટા પુત્ર સરતાજે પણ પોલીસને લેખિતમાં પરિવાર માટે સુરક્ષા જવાા રાખવા અંગે અરજી કરી હતી પણ કોઈ કારણ વગર યુપી પોલીસે આ અરજીનો સ્વીકાર ન કર્યો.
અખલાકનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે. પીડિતાના પરિવારનું કહેવું છે કે દોઢ વર્ષ પુરૂ થયુ તો પણ હજુ સુધી ન્યાય મળ્યો નથી. આરોપીઓ વિરૂદ્ધ કોઈ ચાર્જશીટ ફાઈલ કરાઈ નથી. કારણ કે નજીવા કારણોસર આરોપીઓના વકીલો કેસની સુનાવણીને આગળ લંબાવી રહ્યા છે. આરોપીઓના આઠ વકીલો દર મહિને એક વકીલ આરોપીઓ પર લગાવેલ આરોપો પર પડકાર ફેકે છે અને કોર્ટે બધી અરજીની સુનાવણી કરી છે. જેથી આરોપીઓની સુનાવણીને કારણે કેસ ઘણો લાંબો જઈ રહ્યો છે. દાનિશ ઝારખંડ હત્યાનું ઉદાહરણ આપતા જણાવે છે કે ઝારખંડ હત્યામાં બધા આરોપીઓના એક વર્ષની અંદર આરોપ સાબિત થઈ ગયા. દાનિશનું પણ કહેવું છે કે તેનો પરિવાર પણ આવા જ પ્રકારના ન્યાયની રાહ જોઈ રહ્યો છે.