(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૩
શહેરભરમાં તરખાટ મચાવતા તસ્કરોએ એક જ રાતમાં બે મકાનોના અને રાંદેરમાં એક મકાનને નિશાનો બનાવ્યો હતો. તથા મકાનના તાળા તોડી અને તિજોરીમાંથી માત્ર ૩.૫૦ લાખથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી કરી નાસી છૂટ્યા હતા. ઘટનાના પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર શહેરના પાંડેસરા પ્રમુખ પાર્કમાં આવેલા શિવ ટાવરમાં રહેતા ભરતભાઇ ઇશ્વરલાલ પટેલના મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાનો બનાવ્યું હતું અને તિજોરીનું લોક તોડી તેમાંથી ૨ તોલાની સોનાની ચેઇન, સોનાનું પેન્ડલ, સોનાની સાત લેડીઝ વીંટી, એડ જોડી બુટ્ટી, બે ચાંદીની બંગડી, ચાંદીના સિક્કા મળી ૨.૧૩ લાખના દાગીના ચોર્યા હતાતેવીજ રીતે રસિકલલ રમણલાલ પટેલના મકાનને દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસી ગયા હતા તથા તિજોરીમાં મૂકેલા ૧.૫ ગ્રામનો સોનાનો મંગળસૂત્ર, સોનાની કાનની બુટ્ટી, બે સોનાની લેડીઝ વીંટી, ચાંદીની પાયલ, મળી ૧.૨૨ લાખની મતા ચોરી કરી નાંશી છૂટ્યા હતા. આ અંગે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં કેલિફોર્નિયા ખાતે રહેતા સમીરભાઇ પટેલનું શહેના રાંદેર તાડવાડી ખાતે મકાન આવેલું છે, અને તેઓ છેલ્લા બે વર્ષથી વિદેશમાં રહે છે. આ દરમિયાન અજાણ્યા ઇસમોએ તેમના મકાનને નિશાનો બનાવી છતના ભાગેથી અંદર ઘુસ્યા હતા, અને કબાટમાં રાખેલા દાગીના ચોરી કરી નાશી છૂટ્યા હતા. નિરાલીબેન ભગત બે દિવસ પહેલા ત્યાં સફાઇ માટે ગયા હતા. ત્યાં ચોરી થયા હોવાની જાણ થતા તેમને રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.