(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૭
શહેરના પુણા વિસ્તારમાં રહેતી એક પરિણીતા પર સાસરીયાઓએ દહેજ બાબતે ત્રાસ ગુજારાતા,તેણીએ સાસરીયાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સેલવાસ તાલુકાના નરોલી ગામમાં રહેતી દિપ્તી બિજેન્દ્રસિંહ પરમાર (નણંદ), ભરતસિંહ ગંભીરસિંહ ઠાકોર (સસરા), હિતેશકુમાર ભરતસિંહ ઠાકોર (પતિ), ઇલાબેન ભરતસિંહ ઠાકોર (સાસુ), વગેરેઓ હિતેષની પત્ની પાસે દહેજની માંગણી કરી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા.જેથી સુરતની યુવતીએ પિયર આવી પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠાકોર પરિવાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.