(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
અરબી સમુદ્રમાં ઉદ્‌ભવી રહેલા સાયક્લોનની અસર પ્રથમ ગુજરાત પર થાય તેવી દહેશત વર્તાઈ રહી છે.જો આમ થાય તો દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના હજીરા સ્થિત મહાકાય ઔધોગિક એકમોના માથે મોટું જોખ તોળાવાની ભિતી સેવાઈ રહ્યી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં આગામી તા.૭મી આસપાસ સાયક્લોન ઉદ્દભવનાર છે અને તા. ૧૧મી ના રોજ આ સાયક્લોન ગુજરાતની ધરતીને સ્પર્શશે. મોટાભાગે તેપોરબંધ કેર તેની આસપાસના દરિયા કાઠાંને પ્રથમ સ્પર્શ કરશે. જો કે, તે સાથે જ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે પણ આ સાયક્લોનની મોટી અસર જોવા મળશે. નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતના સુરત નજીકના હજીરાનાં રિલાયન્સ, એસ્સાર, એલએન્ડ ટી ઉપરાંત અનેક મહાકાય ઔધોગિક એકમો કાર્યરત છે. એટલું જ નહીં. આ પૈકીના મોટાભાગના પ્રોજેક્ટોને તેના અણસાર આવવાની શરૂઆત થઈજશે. ચૌધરીએ આ સાયક્લોન અંગેના મોડેલ આધારિત કેટલાક ફોટોગ્રાફસ પણ આ સાથે મુક્યા છે. તેમણે જણાવ્યું કે અરબી સમુદ્રમાં સાયક્લોન તૈયાર થઈ રહ્યું છે તો વાત ચોક્કસ છે અને બીજી મહત્ત્વની વાત એ છે કે તે સૌપ્રથમ અને ચોક્કસ રીતે ગુજરાતને અસર કરવાનું છે. એક અદાંજ મુબજ તા.૧૧મી ના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને ખાસ કરીને પોરબંધદરની આસપાસમાં આ સાયક્લોન ટચ કરશે. આ સમયે સાયક્લોની તીવ્રતા અને ઝડપી કેટલી છે તે મુજબ તેની અસરો અંગેની અનેક વિગતો મેળવી શકાય. જેથી સલામતી અને સાવતચેતી અંગેના પગલાં પણ ભરી શકાશે. ચૌધરીએ વધુમાં ઉમેર્યું કે લગભગ તા.૧૨મી ઓકટોબરે જમીનને સ્પર્શ્યા બાદ સાયક્લોની તીવ્રતમાં ઘટાડો થશે અને ક્રમશ. તેની અસર ઓસરવા લાગશે. જો કે સ્વાભાવિક રીતે જ સાયક્લોનના તોફાની પવનોને કારણે મોટા નુકસાનની શક્યતા રહેતી હોય છે. તો સાથે જ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદને પગેલ પણ તારાજીની ભીતિ સેવવામાં આવે છે. જેથી હવામાન વિભાગ દ્વારા સાયક્લોનની ગતિવિધિ પર નજર રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેના તમામ અપડેટ્‌સ પણ જારી કરાતાં રહેશે.