(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૬
આણંદ ખાતે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના ૫૨માં સ્થાપના દિવસે એનડીડીબીના ઓડીટોરીયમમા ડેરી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર સહકારી સંસ્થાઓને રાજયના મુખ્યમંત્રી અને કેન્દ્રના કૃષીપ્રધાનના હસ્તે એનડીડીબી ડેરી એકસેલેન્સ એવોર્ડ એનાયત કરવામા આવ્યા હતા
આ પ્રસંગે પ્રારંભમા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્ર સરકારના કૃષી અને ખેડુત કલ્યાણ મંત્રાલયના પ્રધાન રાધામોહનસીંગએ દીપ પ્રગટાવી કાર્યક્રમનુ ઉદઘાટન કર્યુ હતુ.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગીર અને કાંકરેજી ગાયોની નસ્લ સુધારવા માટે રાજય સરકારે ગામડાઓમાં નંદીધર યોજના અમલી બનાવી છે, ડેરી ઉદ્યોગમાં સરકારી સંસ્થાઓ મહત્વની ભુમિકા બજાવી રહી છે, કરોડો નાના ખેડુતોને તેમની આજીવીકા ટકાવવામાં સહાય મળી છે,એટલુંજ નહી ખેડુતોને અર્થપૂર્ણ રોજગારી પુરી પડી તેમને બજારની નજીક લાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રી રાધામોહન સિંધએ જણાવ્યું હતું કે જળવાયું પરિવર્તન સામે ભારતીય દેશ નસ્લોની ગાયો પાસે ટકી રહેવાની ક્ષમતા છે,ગીર ગાયોનાં સંવર્ધન તેમજ વિકાસ માટે રૂ।.૫૫૦ કરોડની રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના શરૂ કરી છે. કેન્દ્ર સરકારે ઈ-કૃષિ બજાર,ઈ-પશુધન હાર્ટ પોર્ટલ લોંચ કર્યું છેે, જેનાં થકી ખેડુતોનેે ઉત્તમ પ્રકારની પશુ ઓલાદોની જાણકારી મળી રહેશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્ર સરકારનાં કૃષિ અને ખેડુત કલ્યાણમંત્રી રાધામોહનસિંધ અને કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, રાજયનાં મંત્રી શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ અને ખાણ ખનીજ રાજયમંત્રી રોહીતભાઈ પટેલની ઉપસ્થિતીમાં ડેરી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર રાષ્ટ્રીય સ્તરે ૬ અને પ્રાદેશિક સ્તરે ૧૨ એવોર્ડ તેમજ બે મહિલાઓને વિશિષ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.તેમજ ૧૯ મહિલા દૂધ ઉત્પાદકોનું ડેરી ક્ષેત્રે પ્રશંસાપાત્ર યોગદાન બદલ બહુમાન કરાયું હતું.આ એવોર્ડ ડેરી સરકારી સંસ્થાઓને સંચાલનની ઉત્તમ કામગીરી તથા ખેડુતોને મૂલ્ય તથા જાતીય સમાવેશતાની કામગીરી બદલ એનાયત કરાયા હતા,