(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૦
દાઈશ ત્રાસવાદીઓ મોસુલના નાગરિકોને મોસુલ નહીં છોડવા ફરજ પાડી રહ્યા છે. ત્રાસવાદીઓ એમનો માનવઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. મોસુલને સ્વતંત્ર કરાવવા માટે યુદ્ધનો બીજો દિવસ છે. અમેરિકાના પેન્ટોગોનના પ્રવક્તાએ કહ્યું કે અમને ખબર છે કે એ લોકો નાગરિકોનો ઉપયોગ માનવ ઢાળ તરીકે કરશે. નાગરિકો ત્યાં પોતાની ઈચ્છા વિરૂદ્ધ રોકાયા છે. અમે જોયું નથી કે લોકો ભાગી રહ્યા છે અથવા મોસુલ છોડી રહ્યા છે. હાલમાં ઓપરેશન ગામડાઓમાં કરવામાં આવી રહ્યું છે. ઓબામા એ હિજરત માટે ચેતવણી આપી હતી પણ એ સાથે જણાવ્યું કે યુએન અને બીજી એજન્સીઓ મદદ માટે તૈયાર છે. અમે યોજનાઓ બનાવી દીધી છે. જેથી માનવતાની કટોકટી ઊભી નહીં થાય. યુએનના પ્રવક્તાએ કહ્યું કે ર લાખ લોકો હિજરત કરશે એવું અમારો અનુમાન છે. આ હિજરત પહેલા અઠવાડિયા થશે. જે પછી એ વધીને ૧૦ લાખ સુધી પહોંચી શકે છે. પણ હાલમાં હિજરત જોવાતી નથી. કારણ કે એમને દાઈશે બળજબરીથી રોકી રાખ્યા છે.
ત્રાસવાદીઓ વળતા હુમલાઓ કરવા તૈયારી કરી રહ્યા છે. એ આત્મઘાતી હુમલાઓ, હવાઈ હુમલાઓ અને ડ્રોન દ્વારા પણ હુમલાઓ કરશે. ત્રાસવાદીઓ કૂવામાં આગ લગાડી રહ્યા છે. જેથી ધૂમાડો થાય અને એ લોકો પોતાને સંતાડી શકે.
ઓબામાએ કહ્યું કે આ લડાઈ દરમ્યાન ઉતાર-ચઢાવ રહેવાના છે. પણ મને આશા છે કે છેવટે અમે સફળ થઈશું. દાઈશો જ્યારે અહીં આવ્યા હતા ત્યારે મેં એમને ત્યાંથી ખસેડવા વચન આપ્યું હતું. જેને પૂરો કરીશ એ સાથે એ પણ કહ્યું કે મોસુલ મેળવવાની આ લડાઈ મુશ્કેલ પણ છે.
દરમ્યાનમાં યુરોપને દાઈશો એમના દેશોમાં પાછા ફરશે અને હુમલાઓ કરશે એ માટે ભય પેદા થઈ રહ્યો છે. આ માટે યુરોપે તૈયારી રાખવી પડશે. જો થોડા પણ દાઈશ ત્રાસવાદીઓ યુરોપમાં ઘૂસશે તો એ પ્રશ્નો ઊભા કરી શકે છે.
જો મોસુલ એમના હાથમાંથી જતો રહેશે તો એમની શક્તિ ઘણી ઘટી જશે, પણ ઘરવિહોણા ત્રાસવાદીઓ પશ્ચિમી દેશો માટે ખતરો પેદા કરી શકે છે. આવનાર વર્ષોોમાં સુરક્ષા અધિકારીઓ માટે એક દૂષણ બની જશે. પોતાનો શહેર ગુમાવવાથી દાઈશો વધુ આક્રમક પણ થઈ શકે છે. એમા ટે ઉત્તર આફ્રિકા અને પશ્ચિમી દેશોમાં હુમલાઓ વધી શકે છે.
Recent Comments