(એજન્સી) બૈરૂત, તા.૩૦
શુક્રવારે દેખરેખ રાખતી સીરિયન સંસ્થાના જણાવ્યા અનુસાર દાઈશ હુમલાખોરોએ જિદ્દાહના નામે રાજ્યમાં ઘૂસી પ૮ સીરિયન સરકારી સૈનિકોની હત્યા કરી નાખી તથા સરકારી વસાહતોને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હતું.
માનવ અધિકારો માટે કાર્યરત સીરિયન સંસ્થાના જણાવ્યા અનુસાર ગુરૂવારે થયેલ હુમલામાં મુખ્યત્વે સુકાનના રણપ્રદેશના શહેરમાં મોત થયા હતા જ્યારે પાલમીરાના અન્ય શહેરમાં પણ મૃત્યુના આંકડા નોંધાયા હતા.