(એજન્સી) તા.૧૦
આ અઠવાડિયામાં બુધવારે દલાઈ લામાએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી મોહમ્મદ અલી ઝીણાને ભારતના વડાપ્રધાન બનાવવા માટે ઈચ્છુક હતા પરંતુ જવાહરલાલ નેહરૂએ તેમના આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. હવે દલાઈ લામાએ ઉપરોકત ટિપ્પણી બદલ માફી માંગી છે. તિબેટના આધ્યાત્મિક ધર્મગુરૂએ કહ્યું હતું કે જો નેહરૂ અને ઝીણા વિશે મારું નિવેદન ખોટું હોય તો હું માફી માંગું છું. બુધવારે ગાંધીજી, નેહરૂ અને ઝીણા વિશે નિવેદન આપતાં દલાઈ લામાએ કહ્યું હતું કે, હું વિચારું છું કે પંડિત નેહરૂનો થોડો સ્વ-કેન્દ્રીય અભિગમ હતો કે તે વડાપ્રધાન બનવા જોઈએ. ત્યારે વડાપ્રધાન બનવાની ઈચ્છામાં નેહરૂએ આત્મકેન્દ્રી અભિગમ ધારણ કર્યો ન હોત તો આજે દેશના ભાગલા ન થયા હોત. દલાઈ લામાએ તિબેટિયનોને ભારતમાં આશ્રય આપવા બદલ નેહરૂનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.