અમદાવાદ,તા.ર૭
બનાસકાંઠાના વડગામ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે દલિત આંદોલનના નેતા જીજ્ઞેશ મેવાણીએ ફોર્મ ભરતા રાજકારણ ગરમાયું છે. ત્યારે જીજ્ઞેશે ફોર્મ ભરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટવીટ ઉપર ટવીટ કરીને જીજ્ઞેશને અભિનંદન પાઠવ્યા હતા. જો કે અંતિમ સમયે વડગામ બેઠક જીજ્ઞેશે અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપને હરાવવા કમરકસી છે. ત્યારે કોંગ્રેસે પણ તેના ઉમેદવારને વડગામના બદલે ઈડરનું મેન્ડેટ આપીને જીજ્ઞેશને સમર્થન આપ્યું છે.
વડગામ વિધાનસભા ની સીટ પર કોંગ્રેસ છેલ્લી ઘડીએ તેવર બદલી નાખતા રાજકારણ માં ગરમાયો લાવી દીધો હતો આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસ માંથી મણિલાલ વાધેલા ,વડગામ બેઠક પર ભરવાના હતા પરંતુ દલિત નેતા જીગ્નેશ મેવાણી વડગામ સીટ પર અચાનક લડવાની ત્યારી બતાવતા મણિલાલ વાઘેલા એ ઇડર માં ઉમેદવારી પત્ર ભરવા પહોંચી ગયા હતા ત્યારે વડગામ વિધાનસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર વિજય ચક્રવતી એ પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ સમર્થકો સાથે ભર્યું હતું જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા વિજય ચક્રવતી ને વડગામ બેઠક પર નવા ચહેરા તરીકે ભાજપ એ ટિકિટ આપતા આજે સમર્થકો સાથે નામાંકન ભર્યું હતું જયારે ગુજરાતમાં ચાલી રહેલ દલિત આંદોલનના નેતા જીજ્ઞેશ મેવાણીએ વડગામ બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે પ્રતિક્રિયા આપતા જીજ્ઞેશે જણાવ્યું હતું કે ઘણા સમયથી મારા સાથીઓની માગ હતી અમે ચૂંટણી લડીએ અને ફાસીવાદી ભાજપીયાઓને સામે રસ્તાઓની સાથે સાથે ચૂંટણીમાં પણ મુકાબલો કરીએ. તેના પડી દબાયેલા કચડાયેલા લોકોનો અવાજ બનીને વિધાનસભામાં જઈએ. ભાજપ અમારો પરમશત્રુ છે તો ભાજપ સિવાયની કોઈ પણ રાજકીય પાર્ટી અમારી સામે કોઈ પણ ઉમેદવાર ઉભો રાખે નહીં તેવી અમારી અપીલ છે. લડાઈ અમારી અને ભાજપની વચે થવા દો. ચૂંટણી જીત્યા પછી પ્રજાની લડતને વધુ તેજ કરીશું તેવી ખાતરી આપીએ છીએ એમ જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું.