(એજન્સી) તા.૯
SC/ST એક્ટ ઉપર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દલિત સંગઠનોએ ગુરૂવારે કરવામાં આવનારા આંદોલનને પાછું ખેંચ્યું છે. આંદોલન પાછું લેવા અંગેની જાણકારી આપતા અખિલ ભારતીય આંબેડકર મહાસભાએ હજી સુધી આગામી તારીખ સુધી નિર્ણય આપ્યો નથી. NEWS18 સાથે વાત કરતા એઆઇએએમના ચેરમેન અશોક ભારતીએ કહ્યું કે, અમે અમારી માંગોને પુરી કરવા માટે સરકારને વધારે સમય આપી રહ્યા છીએ. જો કેન્દ્ર અમારી માંગણીઓનો સ્વીકાર નહીં કરે તો. અમે ફરથી રસ્તાઓ ઉપર ઉતરી આંદોલન કરીશું. અશોક ભારતીએ કહ્યું કે, આ નિર્ણય કાવડ યાત્રાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ભારતીએ કહ્યું કે, ભારત બંધના એલાનથી સરકારને ઝાટકો લાગ્યો હતો. એજ કારણ છે કે, તેઓ સંશોધન લાવવા માટે સહમત થયા છે.
આ પહેલા ભાજપના સાંસદ ચિરાગ પાસવાને કહ્યું કે, અનુસૂચિત જાતિ-જનજાતિ અધિનિયમ ઉપર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરૂદ્ધ નવ ઓગસ્ટે દલિત સંગઠનોના પ્રસ્તાવિક ભારત બંધને પાછું લેવામાં આવ્યું છે. કારણ કે કેન્દ્રએ કાયદાને પુનઃસ્થાપિત કરવા માટે સંશોધન બિલને રજૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશના આદેશના વિરોધમાં હવે બંધ આપવાનું કોઇ કારણ નથી. કારણ કે, સરકારે સંશોધન બિલ રજૂ કરી દીધું છે.