અમરેલી, તા.૧૭
અમરેલીમાં દોઢ મહિના પહેલા દલિત યુવાનની ત્રણ શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરી નાંખવાના બનાવામાં ત્રણેય આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે ત્યારે ભોગ બનનાર દલિત યુવાનના પરિવાર અને સમાજ દ્વારા કલેકટર કચેરી સામે ઉપવાસ ઉપર ઉતરી આરોપીઓને તાત્કાલીક પકડવા માગણી કરી હતી.
અમરેલીમાં દોઢ મહિના પહેલા મહેશ રતિલાલભાઈ ઝાલા નામના દલિત યુવાનની ગત તા.૧/૧૦/૧૮ના રોજ રાત્રીના છકારગઢ રોડ ઉપર બોલાવી ચિરાગ ગીજુભાઈ ઠાકર તેમજ વનરાજ બાબુભાઇ ધાંધલ અને રણજિત ફતેસિંહ મોરી નામના ત્રણેય શખ્સોએ છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી નાસી ગયેલ હતા. મૃતક યુવાનના પરિવારે જ્યાં સુધી આરોપીઓ પકડાઈ નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરેલ હતો પરંતુ પોલીસે ખાત્રી આપેલ હતી કે આરોપીને તાત્કાલીક પકડી લેશે પરંતુ દોઢ મહિનો થવા આવ્યો તેમ છતાં ત્રણેય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે ત્યારે મૃતક યુવાનના પરિવાર અને દલિત સમાજે તા.૧૨થી કલેકટર કચેરી સામે ઉપવાસ ઉપર બેસી આરોપીઓને પકડવા માગણી કરી છે છ-છ દિવસથી ઉપવાસ ઉપર છે તેમ છતાં પોલીસ આરોપીઓને પકડી શકી નથી આગામી ૨૨ તારીખ સુધીમાં આરોપીઓ નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.
હત્યારાઓને પોલીસે હજી સુધી ન પકડતાં દલિત પરિવાર ઉપવાસ પર

Recent Comments