રાજકોટ,તા.૨૧
રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના ચશ્મા અસામાજીક તત્વોએ તોડી નાંખતા દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અસામાજીક તત્વોએ ચશ્માં તોડી લઇ ગયા હોવાથી દલિત સમાજના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ જાણ થતા પોલીસના ધાડેધાડા ઉતારી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ભારે રોષ સાથે ઉમટી પડેલા દલિત સમાજના લોકોએ પોલીસને રજૂઆત કરી હતી કે અસામાજીક તત્વોને પકડી પાડો. પરંતુ મહાનગરપાલિકાના સામાજીક ન્યાય સમિતિના ચેરમેને ચશ્મા પાછા પહેરાવી દેતા હાલ મામલો થાળે પડ્યો છે. તેમજ પ્રતિમાની પૂરતી સેફ્ટી આપવા તેમજ સીસીટીવી કેમેરા મુકવા માંગ કરવામાં આવી છે. ચશ્મા દૂર થવા મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.