(સંવાદદાતા દ્વારા) મોરબી,તા.૧૮
ખાનપર ગામના ખેડૂતોએ ૧૦૭ ગામના સરપંચોની સહી લઈ અલ્ટીમેટમ અપાયુ હતુ જેની મુદ્દત પુરી થતા ગ્રામજનો ૧૦ ટ્રેકટરો સહીત અન્ય વાહનો સાથે કલેક્ટર કચેરીએ ધામા નાખતા તંત્ર મુંઝવણમાં મુકાયુ.મોરબી તાલુકાના ખાનપર ગામે દલિત સમાજને ફાળવવામાં આવેલી ૨૦ ગુઠા સ્મશાનભૂમિની જમીનના વિરોધમાં ગ્રામજનોએ ત્રણ દિવસમાં આ હુકમ રદ કરવા આપેલ અલ્ટીમેટમની મુદ્દત પૂર્ણ થતા જ આજે સવારથી જ ખાનપરના ખેડૂતો કુટુંબ કબીલા સાથે ઘરવખરીના સમાન સાથે રેલી સ્વરૂપે કલેકટર કચેરીમાં ધામાં નાખતા મામલો ફરી એક વખત ગરમાયો છે અગાઉ દલીત સમાજે જમીન આપવાની માંગ સાથે કલેકટર કચેરીએ વૃદ્ધની સ્મશાનયાત્રા સાથે કચેરીએ ધામા નાખ્યા હતા ત્યારે આજે ફરી ખાનપરના ખેડુતોએ કુટુંબ કબીલા સાથે કલેકટર કચેરીમાં ધામા નાખતા તંત્ર ખરેખર જ મુંઝવણમાં મુકાય ગયુ છે. જ્યારે બીજું બાજુ પોલીસે કલેક્ટર કચેરીએ ખેડૂતના આંદોલનના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે ત્યારે હવે આ સંજોગોમાં ખાનપરના ખેડૂતોની માંગણીને લઈ જિલ્લા કલેકટર કેવો રવૈયો અપનાવે છે એ જોવું રહ્યુ તેમજ તંત્ર વિવાદને ઉકેલી કોઈ સુખદ અંત લાવે છે તેના પર સૌ કોઈની મીટ મંડાઈ છે.