(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
તામિલનાડુના શિવગંગા જિલ્લામાં કાચનાથમ ગામમાં થયેલા એક હુમલામાં બે દલિતોનાં મોત નિપજ્યા હતા અને છ જણને ઈજાઓ પહોંચી હતી. ગામના ઉચ્ચ જાતિના લોકો દ્વારા દલિતો પર હિંસક હુમલાઓ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ જાતિના લોકો દલિતોથી ખફા હતા ૧પ લોકોના શસ્ત્ર ટોળાએ દલિતો પર હિચકારો હુમલો કર્યો હતો. ઉચ્ચ જાતિના લોકો દલિતોના ઘરોમાં ઘૂસી ગયા હતા ઘણાં ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી)ના નેતા કન્નડસામી એમ.એ હિંસા બાદ ગામની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, પાડોશી ગામના લોકો દ્વારા વિસ્તારમાં વસ્તુનું વેચાણ કરતા હતા જેનો દલિતોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ મંદિરમાં એક પ્રસંગ દરમિયાન બંને પક્ષકારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પાડોશી ગામના થેવર સમુદાયના લોકોએ ગામના દલિતોને ધમકી આપી હતી. આ હુમલામાં ૬પ વર્ષીય અરૂમુગમ અને ર૦ વર્ષીય શાનમુગનથનનું મોત નિપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર બનેલી છે. આ મામલે પોલીસે આરોપીઓ પૈકી પાંચ જણની ધરપકડ કરી હતી જ્યારે બીજા પાંચ હુમલાખોરોએ મદુરાઈની કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.