વાપી,તા.ર
દમણની સબજેલમાં રિવોલ્વરથી જે હત્યાકાંડ થયો છે હત્યાકાંડે દમણ પોલીસની ઈજ્જત દાવ પર લાગી છે. ૨૭ એપ્રિલના રોજ બળાત્કાર અને મર્ડર કેસના આરોપીને જેલમાં અપહરણના ગુનામાં આરોપીઓની ગેંગે ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટનામાં સારવાર દરમિયાન તે આરોપીનું મોત થયુ હતુ. દમણના દલવાડા ગામે સપ્ટેમ્બરના ૨૦૧૭માં એક માસૂમ બાળા પર બળાત્કાર ગુજારી તેને મોતને ઘાટ ઉતારી હતી. આ કેસમાં આરોપી ધનંજય ચતુર્વેદીને દમણ પોલીસ પકડી લાવી હતી અને તેને અન્ડર ટરાયલ કેદી તરીકે દમણ સબ જેલમાં રખાયો હતો. તેના પર ૨૭મી એપ્રિલે ફાયરિંગ થયું હતું જેથી તેને ગંભીર ઈજા થતા સારવાર માટે સેલવાસ ની જેલમાં ખસેડાયો હતો. સેલવાસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ધનંજય ચતુર્વેદીની બે દિવસ પહેલાં મોત થયું હતું. જેલની અંદર બનેલા બનાવે દમણ પોલીસનું નાક કાપી નાખ્યું હતું. તથા દમણ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થયા હતા જેમાં ઉચ્ચ ઓફિસર દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી. જેલમાં કેવી રીતે કરી કોની મદદથી હથિયાર લાવ્યા .તેમાં જાણવા મળ્યું કે દમનના બિલ્ડરના અપહરણ અને ખંડણી કેસમાં ઝડપાયેલા અને સબ જેલમાં રખાયેલા આરોપી ઇજહાર એહમદ શેખ, નજીમ શેખ, સમસુદીન કમરૂદીન શેખ, તથા સલીમ અઝીઝ શેખ તમામ રહેવાસી જલગાંવ મહારાષ્ટ્રના છે. તેઓ ફાયરિંગ કરી તેને ઘાયલ કર્યો હતો. પોલીસે આ ચાર આરોપીને પકડીને દમણ કોર્ટમાં રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેઓને સાત દિવસના પોલીસ રિમાન્ડની માંગણી મંજૂર કરેલ છે .જેલમાં થયેલા ફાયરિંગના કેસમાં લાપરવાહીને કારણે તથા હથિયાર અંદર આવ્યા તેને જવાબદાર ગણીને આસિસ્ટન્ટ જેલર અને ત્રણ ગાર્ડ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.