(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૩
અમરોલીના સાયણ રોડ પરની અભિષેક રેસિડેન્સી ખાતે એક બિલ્ડરના પાંચ ફલેટ વેચાણ દસ્તાવેથી લઈ એક પણ રૂપિયાનો અવેજ ચૂકવ્યા વિના ગીરવે મૂકી દઈ બિલ્ડર સાથે કતારગામના નારોલા દંપતીએ વિશ્વાસઘાત કર્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્રાણના માર્વેલ લકઝરીયા ખાતે રાજેશભાઈ કાળુભાઈ શિરોયા રહે છે.જેઓ મકાન બાંઘકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કતારગામ આંબાતલાવડી સાંઈ હેવન રેસિડેન્સી ખાતે રહેતો રક્ષાબેન મનોજભાઈ નારોલા તથા મનોજભાઈ કાંતિલાલભાઈ નારોલા વિગેરેઓ રાજેશભાઈ શિરોયાને વિશ્વાસમાં લઈ તેમની માલિકીના પાંચ ફલેટોના વેચાણ દસ્તાવેજ બનાવી દીધા હતા. અને સીસી લોન પા થયા બાદ નાણા ચેકથી ચૂકવવાની ખાતરી આપી હતી, પરંતુ વેચાણ દસ્તાવેજ બનાવ્યા બાદ નારોલા દંપતીએ અવેજ ચૂકવ્યા વિના ફલેટને ગીરવે મૂકી વિશ્વાસઘાત કરી ફરાર થઇ ગયા હતા. કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.