(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
શહેરના છેવાડે આવેલ હજીરા ખાતે ટ્રકની અડફેટે ઉધનાના દંપત્તિનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે એક રાહદારીનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મગદલ્લા બ્રિજથી ઓએનજીસી બ્રિજ તરફ જવાના રસ્તા ઉપર કોઈ અજાણ્યા વાહનની અડફેટે રાહદારી અશોકભાઈ કીકીયાભાઈ વસાવા (ઉ.વ.૪૦)નું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ ભીલાભાઈ કીકીયાભાઈ વસાવાએ ઈચ્છાપોર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
તેમજ હજીરા રોડ રિલાયન્સ પેટ્રોલ પંપની ટ્રકની અડફેટે દંપતિનું મૃત્યુ થયું હતું. ઉધના લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો ચંદ્રકાંત માણેકલાલ ટકાઈવાલાના ભાઈ જયંતીભાઈ અને ભાભી મોટરસાઈકલ પર જતા હતા. ત્યારે અજાણ્યા ટ્રકે ટક્કર મારી ભાઈ-ભાભી ઉપર ટ્રકનું પૈડુ ફરી વળતા મૃત્યુ થયું હતું. હજીરા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.