અમદાવાદ, તા.૨૧
ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષામાં પેપર તપાસવામાં બેદરકારી રાખનાર શિક્ષકો સામે દંડનાત્મક પગલાં લેવાશે. શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં આ નિર્ણય લેવાયો છે.
ગાંધીનગર સેક્ટર ૧૨ ખાતે આવેલ GCERTમાં શિક્ષણને લઈ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે શિક્ષણ ખાતાના અન્ય શિક્ષણના આગેવાન ઉપથિત રહ્યા હતા. આ વર્ષે માર્ચ ૨૦૧૯ માં ધોરણ ૧૦ માં ૧૧.૫૦ લાખ, ધોરણ ૧૨ માં ૫.૫૦ લાખ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧ નાખ ૫૮ હજાર આમ કુલ વિધાર્થીઓ મિલાવીને માર્ચ અને જુલાઈ માં ૨૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ કાર્યક્રમને લઈ મહેશ મેહતા નાયબ પરીક્ષા સચિવે જણાવ્યું હતું કે જે શિક્ષકોએ ૧૦ ગુણથી વધુ સુધીની ભૂલ કરી છે એવા શિક્ષકોને આજે બોલવામાં આવ્યા છે. ત્યાર બાદ જે ૧ થી લઈ ૫ નંબર સુધી ગુણ આપવામાં જે શિક્ષકો એ ભૂલ કરી એને આગામી સમયમાં બોલવામાં આવશે. આ ભૂલ કરનાર ૫ હજાર જેટલા શિક્ષકો પાસે થી દંડ વસુલવામાં આવશે.નાયબ પરીક્ષા સચિવ મહેશ મેહતાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ જયારે આખા વર્ષ પાસ થવા માટે મેહનત કરતા હોય છે પરંતુ શિક્ષક પોતાની ઉતાવળમાં તેની ઉત્તરવહી ચકાસણીમાં લાપરવાહી કરતા હોય છે જેથી વિદ્યાર્થીઓને પરેશાન થવાનો વારો આવે છે. પરંતુ હવે શિક્ષણ ખાતાએ એક નિયમ લાગુ કરી જે શિક્ષકે ભૂલ કરી હશે તેના પાસે થી દંડ વસુલવામાં આવશે. આખા વર્ષ ભરની મહેનત ઉત્તરવહીમાં લખતા હોયે છે ત્યારે ઉત્તરવહી જોતી વખતે શિક્ષકો બહુ ધ્યાન રાખતા નથી જેથી વિદ્યાર્થીઓ નાપાસ થાય છે.
જ્યારે શિક્ષક ઉત્તરવહી ચકાસણી કરતી વખતે અંદરના પાનાનું મૂલ્યાંકન પ્રથમ પાને લખવાનું કોઈ કારણ સર ભૂલી જાયે છે. જેનાથી વિદ્યાર્થીની સાલ ભરની મહેનત પાણીમાં ફરી જાયે છે. જેથી શિક્ષકો ફરી આવી ભૂલ ન કરે એટલા માટે તેમના પાસેથી દંડનાત્મક રૂપે ફી વસુલવામાં આવશે. આ મીટીંગમાં શિક્ષક પાસેથી જવાબ લેવામાં આવ્યા હતા કે ગુણ આપવામાં ભૂલ ક્યાં થઇ..? કેમ આટલી બેદરકારી રાખવામાં આવી..? સુનાવણી માટે બોલાવાયેલાં શિક્ષકોનો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ઉધડો લીધો હતો. અને ૧૦ માર્ક્સથી વધુની ભૂલો કરનાર શિક્ષકોને નાણાકીય દંડ પણ કરાયો હતો. ભૂલ કરનાર તમામ શિક્ષકોને ૧૦૦ રૂપિયાથી લઈ ૧૦ હજાર રૂપિયાનો દંડ કરાયો હતો. પેપર ચકાસણીમાં ટોટલ માર્ક્સમાં ભૂલ સહિતનાં કિસ્સાઓ બોર્ડ સામે આવ્યા હતા.