(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩
કોંગ્રેસ છોડીને ત્રીજા મોરચો શરૂ કરનારા શંકરસિંહ વાઘેલાએ ગતરોજ નવસારીના દાંડી ખાતે જન વિકલ્પના સ્વયંસેવકો સાથે પ્રતિજ્ઞા લીધા બાદ આજે સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં તેમણે ભાજપ અને કોંગ્રેસ ઉપર શાબ્દીકવાર કરી,પ્રજા આ બન્ને પક્ષોથી નારાજ હોય ત્રીજા વિકલ્પની શોધમાં હોવાનું જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારો પક્ષ પ્રજાની નજીક રહેનાર ઉમેદવારને જ પસંદ કરશે.
પીઢ રાજકીય નેતા શંકરસિંહ વાઘેલા (બાપુ)એ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, તેઓ જન વિકલ્પના આધારે લોકોને મળી રહ્યાં છે. લોકોની વચ્ચે આવી તેમનો મત જાણવાનો પ્રયત્ન કરતા પ્રજામાં ભાજપ અને કોંગ્રેસ પ્રત્યે ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે. દિલ્હી વિધાનસભા વખતે ભાજપા અનેકોંગ્રેસ બે મુખ્ય પક્ષો હોવા છતાં ત્યાંની પ્રજાએ ત્રીજા વિકલ્પ પર પસંદગી કરી હતી. ગુજરાતની પ્રજાને ભાજપ કોંગ્રેસ સિવાય ત્રીજા વિકલ્પ તરીકે જન વિકલ્પ મળશે. રાજ્યની તમામ ૧૮૨ બેઠકો પરથી સ્પષ્ટ છબીવાળા ઉમેદવારોને ટિકિટ આપવાનું આયોજન છે. અત્યાર સુધી પાટીદારો ભાજપ સાથે હતા અને તેમને ખોળે ખોબા ભરીને મત આપ્યા તેમની સાથે જે થયું તે પાટીદારો સારી રીતે જાણી ગયા છે. ડાયમંડ અને કાપડના વેપારીઓ જીએસટીના મારથી બેરોજગાર થયા છે. ધંધો રોજગાર મરી પરવાર્યો છે. શંકરસિંહ વાઘેલાએ કહું કે, અમારી સરકાર બનશે તો રાજ્યમાં રોજગારી, શિક્ષણ અને સલામતીને પ્રાથમિકતા આપવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણી અંગે વાઘેલાએ ફોડ પાડતા કહ્યાં કે, મે ૬ મહિના અગાઉ દિલ્હી જઈ પાર્ટી હાઈકમાન્ડને જણાવ્યું હતું કે, કાર્યકરો રાજ્યના નેતૃત્વથી કંટાળી જઈ પક્ષ છોડી રહ્યાં છે ત્યારે હાઈકમાન્ડે કહ્યાં કે, આપણે રાજ્યસભા ચૂંટણી લડવી નથી જેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે ત્યારે મેદ્વ કહ્નાં હતું કે, હું કોંગ્રેસ છોડું છું પરંતુ ભાજપમાં જાડાઈશ નહીં. અપક્ષ તરીકે ચૂંટણી લડી પરંતુ ભાજપમાં ફરી જઈશ નહીં.