મુંબઇ,તા.૮
અમેરિકામાં ડ્રગ્સની અને હથિયારોની હેરાફેરી બદલ સજા ભોગવી રહેલા દાઉદ ઈબ્રાહિમના નિકટના સાથિદાર દાનિશ અલીની સજા પુરી થતા જ અમેરિકન સરકારે તેને ભારતને સોંપી દીધો છે. પ્રત્યાપર્ણના મામલામાં ભારત સરકારને વધુ એક મોટી સફળતા ણળી છે.દાનિશ અલીનુ પ્રત્યાપર્ણ ૨૦ દિવસ પહેલા જ થઈ ગયુ હતુ પણ સુરક્ષાના કારણે આ વાતને ગુપ્ત રખાઈ હતી. હવે દાઉદના બીજા નિકટના સાથીદાર સોહેલ કાસ્કરને પણ ભારત સરકાર ભારત લાવવા કોશિશ કરી રહી છે.કાસ્કર પણ અમેરિકામાં રહે છે. દાનિશ અલીને ભારત લાવતાની સાથે જ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીના આરોપમાં પકડી લીધો છે.મૂલે દિલ્હીના દાનિશ અલીને બાદમાં દિલ્હીના સ્પેશ્યલ સેલને સોંપવામાં આવશે.કારણકે તેની સામે દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે. પોલીસને દાનિશ અલીની પૂછપરછમાંથી દાઉદ ઈબ્રાહીમ ગેંગને લગતી મહત્વની માહિતી મળવાની આશા છે.