(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૬
પાકિસ્તાની ક્રિકેટર દાનિસ કનેરિયાએ પાકિસ્તાન ક્રિકેટનું કાળુ સત્ય જાહેર કર્યું છે અને પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનાં તેવા નિવેદનનું સમર્થન કર્યું જેમાં તેણે કહ્યુંહતું કે, કનેરિયાની સાથે ટીમનાં ખેલાડીઓ દુર્વ્યવહાર કરતા હતા. એટલું જ નહી કનેરિયાની સાથે ટીમનાં ખેલાડીઓ ભોજન કરવાનું પણ પસંદ નહોતા કરતા. તેનું એક માત્ર કારણ કનેરિયાનો ધર્મ અલગ હોવાનું હતું. કનોરિયાનાં હિદું હોવાનાં કારણે પાકિસ્તાની ટીમના ખેલાડીઓ તેની સાથે ભોજન નહોતા કરતા. પાકિસ્તાની ક્રિકેટનું કાળુ સત્ય આ જ છે. કનોરિયાએ સમાચાર એજન્સી છદ્ગૈંને કહ્યું કે, શોએબ અખ્તરે જે કહ્યું, તે સાચુ કહ્યું છે, હું હવે તે ખેલાડીઓનાં નામ લેવા નથી માંગતો જેમણે મારી સાથે આ પ્રકારનું વર્તન કર્યું. મારી પાસે આ સત્યને સામે લાવવાનું સાહસ તે સમયે નહોતું પરંતુ હવે હું ચુપ નહી રહું. પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના સમાચારો આવતા રહે છે. સમગ્ર વિશ્વમાં તેની ટીકા થઇ રહી છે. જો કે લઘુમતી વિરુદ્ધ આ અત્યાચાર અને દુર્વ્યવહાર રમતના જગતમાં પણ બને છે. તેની કોઇ કલ્પના પણ કરી શકે નહી. પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક ચેટ શો દરમિયાન દાનિશ કનેરિયાની સાથે થનારા દુર્વ્યવહાર અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. દાનિશ કનોરિયા હિંદુ હતા માટે પાકિસ્તાનની ટીમમાં તેમની સાથે સારો વ્યવહાર નહોતો કરવામાં આવતો. તેમની સાથે અયોગ્ય વર્તન થયું અને ટીમનાં ખેલાડીઓ ત્યાં સુધીતેમના વિશે કહેતા કે દાનિશ આપણી સાથે શા માટે જમવા બેસે છે ? આ વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. પાકિસ્તાનનાં પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ ૬૧ ટેસ્ટમાં ૨૬૧ અને ૧૮ વનડેમાં ૧૫ વિકેટ પ્રાપ્ત કરી છે. આ પાકિસ્તાન ટીમન તરફથી રમનાર બીજો હિંદુ ખેલાડી હતો. આ અગાઉ અનિલ દલપત પાકિસ્તાન ટીમનો હિસ્સો રહી ચુક્યા છે.