(એજન્સી) તા.રર
કેરળમાં વિવાદ વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. કેરળની નર્સ લિની યુથસ્સેરી નિપાહ વાયરસનો ચોથો શિકાર બની હતી. તેણે પોતાના પતિ માટે લખેલા અંતિમ સંદેશમાં લખ્યું હતું કે, હું જઈ રહી છું. મને નથી લાગતું કે હું તમને જોઈ શકીશ મને માફ કરજો. આપણા બાળકોનું ધ્યાન રાખજો. લિનીનો અંતિમ સંસ્કાર પણ તાત્કાલિક કરી દેવામાં આવ્યો હતો કે જેથી વાયરસ ન ફેલાય અને આ કારણે જ તે તેના પરિવારને ન જોઈ શકી હતી. ૩૧ વર્ષીય લિનીના બે બાળકો છે. એકની ઉંમર સાત વર્ષ અને બીજાની ફકત બે વર્ષ છે. તેના પતિને લખેલા અત્યંત ભાવુક સંદેશામાં તેણે લખ્યું હતું કે આપણા બાળકોનું ધ્યાન રાખજો. આપણું માસૂમ બાળક, એને ખાડી દેશોમાં લઈ જજો અને એવી રીતે એકલા ન રહેવું જોઈએ જેવી રીતે આપણા પિતા રહ્યા હતા. ઘણો પ્રેમ. લિનીનો આ સંદેશ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે અને તેને વાંચનારા લોકો ભાવુક બની જાય છે. ટ્‌વીટર પર ઘણા લોકોએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી. ડૉ.દીપુ સેલિને લખ્યું હતું કે નિપાહ વાયરસ વિરૂદ્ધ અમારી લડાઈમાં નર્સ લિનીનું મૃત્યુ થયું હતું તે આ વાયરસથી પ્રભાવિત થયેલા લોકોને બચાવતી વખતે મૃત્યુ પામી હતી તે ફકત ૩૧ વર્ષની હતી અને બે નાના બાળકોની માતા હતી. જો તે શહીદ નથી તો હું નથી જાણતો શહીદ કોને કહેવામાં આવે.