માંગરોળ,તા.૨૪
માંગરોળ તાલુકાનાં સાંઘાવાડા ગામની બે દીકરીઓ શીલ દરિયામાં ગરકાવ થતાં નાના એવા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. સમ્રગ પરિવાર દરિયાકાંઠે ગયો હતો. ત્યારે દરિયાનાં પાણીમાં પગ બોળતી સમયે દરિયામાં અચાનક મોટું મોજુ આવતાં દીકરી પાણીમાં ગરકાવ થતાં બીજી બચાવવા ગયેલ તે સમયે બન્ને બહેનો પાણીમાં ડુબી જવા પામી હતી. જેને પગલે સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાનાં પગલે સ્થાનિક તરવૈયાઓની મદદથી પાયલબેન કારાભાઈ ડાકી (ઉ.વર્ષ.૨૦)નો મૃતદેહ મળી આવ્યા છે. જયારે બીજી દીકરી પ્રતિક્ષા દરિયામાં લાપતા છે. જેની શોધખોળ તરવૈયાઓ દ્વારા ચાલુ છે. જ્યારે મૃતક પાયલબેનનો મૃતદેહ માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડાયો છે. આજે સાતમ આઠમના તહેવાર નિમિત્તે દરિયા કિનારે મેળા જેવો માહોલ હતો ત્યારેે આ બન્ને કોળી સમાજની બહેનો દરિયામાં તણાઇ જવાના બનાવથી નાના એવા ગામમાં ગમગીની છવાઇ ગઇ છે અને ડાકી પરિવારમાં શોક છવાઈ ગયો હતો. શીલ પોલીસ તથા તરવૈયા ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. માંગરોળ સરકારી દવાખાને આગેવાનો તેમજ લોકો ઉમટી પડ્યા હતા.