(સંવાદદાતા દ્વારા) છાપી, તા. ૧૦
વડગામ તાલુકા ના મજાદર ગામના સરપંચ વિરૂદ્ધ દસ સદસ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત ગત તારીખ ૨૦/૭/૧૮ના રોજ રજૂ કરવામાં આવી હતી. જેને લઈ શુક્રવારે યોજવામાં આવેલ પંચાયતની સદસ્યોની બેઠકમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર એક પણ સદસ્ય હાજર ન રહેતા અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થયો હતો.મજાદર ગ્રામ પંચાયત ના સરપંચ દિનમહમદ અ. કરીમ સુણસરા વિરૂધ્ધ પંચાયત ના ડે. સરપંચ સહીત દશ સભ્યો દ્રારા અવિશ્વાસ ની દરખાસ્ત ટીડીઓ ને રજૂ કરવા મા આવી હતી જેને લઈ મજાદર ગામ માં રાજકિય ગતિવિધિ ઓ તેજ બની હતી જોકે અવિશ્વાસ ની દરખાસ્ત ને લઈ શુક્રવારે પંચાયત સર્કલ શ્રી મફાજી સોલંકી ના અધ્યક્ષસ્થાને મળેલ પંચાયત સદસ્યો ની બેઠક માં પંચાયતના કુલ ૧૩સભ્યોમાંથી અવિશ્વાસની દરખાસ્ત વિરૂદ્ધ (સરપંચની તરફેણમાં) સરપંચ સહિત ૬ સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે તરફેણમાં એક પણ સભ્ય હાજર ન રહેતા અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બાદ ગામના બુદ્ધિજીવીઓના પ્રયત્નોથી આખરે ઘીના ઠામમાં ઘી ઢળી ગયું હતું !
મજાદર પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તનો રકાસ

Recent Comments