(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૪
સરકારે આરટીઆઈ સુધારા બિલની ચકાસણી કર્યા વગર સંસદમાં પસાર કરી દીધું છે. ત્યારે આ બિલને સંસદની પ્રખર સમિતિને મોકલી આપવું જોઈએ તેમ ટીએમસીના સાંસદોએ લોકસભામાં માગણી કરી છે. ટીએમસીના સંસદ અને પક્ષના પ્રવકતા ડેરેક ઓબ્રાયને કહ્યું છે કે સરકાર પાસે લોકસભામાં પૂરતી બહુમતી હોવાથી બિલ એક ઝાટકે પસાર થઈ ગયું. અમારી માગણી છે કે આરટીઆઈ બિલ સિલેક્ટ કમિટીને મોકલી આપવું જોઈએ. તેમણે કહ્યું કે સરકાર અમારી પાસે શું મૂક રહેવાની અપેક્ષા રાખે છે ? અમે સંસદમાં રચનાત્મક ભૂમિકા અદા કરવા ઈચ્છીએ છીએ. સરકારે બહુમતીના જોરે વિપક્ષોને કચડી રહી છે. રાજ્યસભામાં પણ બિલ પાસ થઈ જાય તો નવાઈ નહીં. ૧૪ બિલો કોઈ પણ જાતની ચકાસણી વગર સંસદમાં પાસ થઈ ગયા છે. આરટીઆઈ સુધારા બિલ સરકારને માહિતી કમિશનરોની નિમણૂક સત્તા અને પગારો નક્કી કરવાની સત્તાઓ આપે છે.