(સંવાદદાતા દ્વારા) માળિયામિંયાણા, તા.૪
માળીયા હળવદ સ્ટેટ હાઈવે પર અણીયારી ટોલનાકા નજીકથી રૂ.૩૩.૨૬ લાખનો દારૂ ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ રાજકોટ આર.આર.સેલના પી.એસ.આઈ. કૃણાલ પટેલ તથા તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી જીલ્લાના અણીયારી ટોલનાકા પાસેથી એક દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો છે જેથી હકીકત વાળી જગ્યાએ વોચ ગોઠવી વાહન ચેકીંગ કરતા હકીકત વાળી શંકાસ્પદ ટ્રક આવતા તેને રોકી તલાસી લેતા ટ્રક નં.એચઆર-૬૬-એ-૧૬૦૩ કન્ટેનર ટ્રકમાં સંતાડેલો જુદી-જુદી બ્રાન્ડનો ઈંગ્લિશ દારૂનો જથ્થો જેમા ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ.૧૧૦૮૮ કિંમત રૂ.૩૩,૨૬,૪૦૦નો દારૂ કબજે કર્યો હતો અને ટ્રક મોબાઈલ તથા અન્ય મુદામાલ સહીત કુલ રૂ.૪૩,૨૭,૯૦૦નો જંગી મુદામાલ જપ્ત કરી ટ્રકના ડ્રાઈવર સત્યવિર હરચંદ ગુર્જર (ઉ.વ ૩૩ રહે.જલાલપુર રાજસ્થાન) તથા કલીનર અશોક કુમાર ગણેશારામ ભાદુ જાટ (ઉ.વ.૩૦ રહે. રાજસ્થાનવાળા)ની અટક કરી વધુ પુછપરછ કરતા ઈંગ્લિશ દારૂનો જથ્થો ભરી આપનાર અને સપ્લાય કરનાર જગતસિંહ શ્યામલાલ (રહે.મહમદપુર) અને જીતેન્દ્ર સહીત તમામ આરોપીઓ વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી આગળની તપાસ આર.આર.સેલ ચલાવી રહી છે.