(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે રૂા.૧૪.૯૬ લાખના મુદ્દામાલ સાથે કારને ઝડપી પાડી કુલ રૂા.ર૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ કામરેજ નવી પારડી સિદ્ધિ વે બ્રિજ પાસેથી કાર નં. જી.જે.-૦૫-જે.પી.-૧૧૮ને આંતરી ઝડતી લેતા કારમાંથી રૂા.૫,૮૩,૨૨૦ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૪૨૭૪ બોટલ કબજે કરી હતી. પોલીસે આરોપી કરણ તેજાજી સોલંકી, પંકજ નટુ પટેલની ધરપકડ કરી આરોપી નશીમમુદ્દીન ઉર્ફે આઝાદ અને કાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે માંડવી પોલીસે વેગીગામ ટાંકી ફળિયામાંથી બૂટલેગર કલ્પેશ ઉર્ફે હેરીકુમાર ચૌધરીની રૂા.૨૮,૮૦૦ની કિંમતના દારૂના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.