સુરત, તા.૨૫
થર્ટી ફર્સ્ટ પહેલાં પીસીબી દ્વારા વિદેશી દારૂ ભરેલો આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો. આઈસર ટેમ્પોમાં યાર્નના બોક્સની આડમાં દારૂનો વેપલો કરવામાં આવતો હતો. પોલીસે દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ ૨૩મી ડિસેમ્બરે પરિપત્ર બહાર પાડીને આજે ૨૪મી ડિસેમ્બરથી આંતર રાજ્ય અને જિલ્લાકક્ષાની પોલીસ ચેકપોસ્ટ બંધ કરાવી છે. જોકે, થર્ટીફર્સ્ટને પગલે પાડોશી રાજ્યમાંથી દારૂની હેરાફેરી થવાની શક્યતા વધી ગઈ છે. દરમિયાન ગત રોજ પારડી ખાતેથી બે સ્કોર્પિયો કારમાં ૯.૪૩ લાખનો દારૂ સાથે સુખેસ ગામના ડે. સરપંચ સહિત ત્રણ ઝડપાયા હતા. જ્યારે આજે સુરતમાં ૨૫ પેટી દારૂ સાથે બે આરોપીઓ ઝડપાયા છે.