(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.પ
જાફરાબાદ ટાઉન પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.ટી.ચનુરા તથા સ્ટાફ દ્વારા સંયુકત રીતે જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં રહેતા માજી નગર પાલીકા પ્રમુખ ભગુભાઇ ગાંડાભાઇ સોલંકીના પુત્ર સુરેશ ભગુભાઇ સોલંકીના રહેણાંક મકાને કેટલાક ઇસમો પરપ્રાંતીય દારૂની મહેફીલ કરતા હતા. ત્યાં રેડ કરતા પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ , બીયર તથા દારૂની મહેફીલની ચીજ વસ્તુ સાથે કેફી પીણું પીધેલ હાલતમાં આઠ ઇસમો પકડાઈ ગયેલ હતા જેમા જગદીશભાઇ બાબુભાઇ બારૈયા, કિશોરભાઇ લાખાભાઇ બારૈયા, બાબુભાઇ રાણાભાઇ સોલંકી, તુલસીભાઇ છનાભાઇ સોલંકી, કરશનભાઇ રામજીભાઇ બાંભણીયા, હરેશભાઇ રામભાઇ બારૈયા, વિનોદભાઇ છનાભાઇ બારૈયા તથા લખમણભાઇ શુકરભાઇ બારૈયા (રહે. તમામ જાફરાબાદ) અને અંધારાનો લાભ લઇ નાસી ગયેલ ચાર ઇસમો વિરૂધ્ધ ઇંગ્લીશ દારૂની મહેફીલનો ગુન્હો રજી. કરેલ છે.