અમદાવાદ, તા.૩૦
અમદાવાદ શહેરમાં નશાબંધી કાયદાનું ચુસ્ત અમલ કરવા શહેરના મહત્ત્વના જંક્શનો આઈડેન્ટીફાઈ કરી ટ્રાફિક પોલીસ દ્વારા ટીમો બનાવી બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે કેફી દ્રવ્ય પીને વાહન ચલાવતા વાહનચાલકો વિરૂદ્ધમાં છેલ્લા બે માસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં કુલ ૧ર૧ વાહનચાલકો કેફી દ્રવ્ય પીને વાહન ચલાવતા મળી આવતા તેઓ વિરૂદ્ધ મોટર વ્હીકલ એક્ટની ક.૧૮પ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદ શહેરના જુદા જુદા ચેક પોઈન્ટો ઉપર બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરી કેફી દ્રવ્યોનું સેવન કરી વાહન ચલાવનાર વાહનચાલકો વિરૂદ્ધ વધુમાં વધુ કાર્યવાહી કરવા આ ડ્રાઈવ ૩૧મી ડિસેમ્બર ર૦૧૭ તેમજ સને ર૦૧૮ના વર્ષમાં ચાલુ રાખવામાં આવશે. વધુમાં હવેથી ટ્રાફિક નિયમોની સઘન અમલવારી કરવા તેમજ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા ટ્રાફિક પોલીસના બીટ ઈન્ચાર્જ, તમામ મ.સ.ઈ. અને તમામ આસિ.બીટ ઈન્ચાર્જનાઓ દ્વારા ટ્રાફિક એન્ફોર્સમેન્ટ/સ્પોટ ફાઈનની કાર્યવાહી કરવામાં આવશે. એમ અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના મદદનીશ પોલીસ કમિશનર એ.એમ.પટેલે જણાવ્યું છે.