(સંવાદદાતા દ્વારા) કોડિનાર, તા.ર૬
કોડિનાર શહેરમાંથી ૮૦૮ બોટલ દારૂ ઝડપાયો છે.
મળતી વિગત મુજબ પીઆઈ બી.એન. ખંભાલા, કૌશિકભાઈ, વિજયભાઈ સહિતનો સ્ટાફ કોડિનાર શહેરમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળેલ કે એક મોટરસાઈકલમાં દારૂનો જથ્થો લઈને બાંભણિયા શેરી તરફ આવતા હોવાની હકકીત મળતા તુરંત જ ટાઉન જમાદાર કાળુભાઈ ગઢવી, નાશીરખાન, મુકેશભાઈ મોહનભાઈ કોડિનારની બાંભણિયા શેરી પાસે વોચમાં હતા તે દરમ્યાન ઉપરોકત હકીકતવાળી મોટરસાયકલ કોળીચોરા તરફથી બે શખ્સો વચ્ચેના ભાગે એક કોથળો તથા મોટરસાઈકલની બંને બાજુ એક એક કોથળો રાખી આવતા જેને રોકાવતા મોટરસાઈકલ ચાલક તથા પાછળ બેઠેલા શખ્સ અંધારામાં મોટરસાઈકલ મુકીને નાશી ગયા હતા. ત્રણેય કોથળા ખોલીને જોતા ઈંગ્લીશ દારૂની ૮૦૮ બોટલો મળી આવેલ જેની કિંમત રૂા.૮૦,૭૦૦ તેમજ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મોટરસાઈકલ નં. જી.જે. ૧૧ એ.કે. ૮૬૧૮ વાળીની કિ.રૂા.ર૦,૦૦૦ ગણી કુલ રૂા.૧,૦૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી છે.