કોડીનાર, તા.૨૩
કોડીનારના કોટડા ગામેથી ૯૯૬ બોટલ ઈંગ્લિશ દારૂ સહિત કુલ રૂા.૪૯૮૦૦ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે.વી. પરમાર સહિતનો તાલુકાના વેલણ ઓપીના કોટડા ગામે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે કોટડા ગામમાં રહેતા રામજીભાઈ બાંભણિયા જાતે કોળી પોતાની કબજો ભોગવટાની વાડીના મકાનમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો રાખેલ છે. જેથી બાતમીવાળી વાડીએ પહોંચતા વાડીમાં આવેલ મકાનમાં એક ઈસમ જેનું નામ શરદભાઈ રામજીભાઈ બાંભણિયા રે.કોટડાવાળો હોવાનું જણાવેલ મકાનની તલાસી લેતા એક રૂમમાંથી ૧૧ કોથળા મળી આવેલ જેને ખોલતા તેમાંથી દારૂની ૯૯૬ બોટલો મળી આવેલ આ દારૂના જથ્થા બાબતે પૂછતા પોતાને આ દારૂનો જથ્થો જેશીંગ જીવાભાઈ બાંભણિયા રે.કોટડા વાળો આપી ગયેલ છે. તેવું જણાવતા પોલીસે કુલ રૂા.૪૯૮૦૦નો મુદ્દામાલ કબજે કરી માનસિંગ અરસી ચુડાસમાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.