(સંવાદદાતા દ્વારા) બાવળા, તા.૧૭
ચાંગોદર પો.સ્ટે.ના સનાથલ રિંગરોડ વિસ્તારમાંથી વિદેશીદારૂ ભરેલ સ્વિફટ કાર તથા બીજા વાહનો સાથે ગોડાઉનમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશીદારૂની પેટીઓ નંગ-૮૩૪ કુલ બોટલ/બિયર નંગ પ ૧૨,૭૪૪ કિં.રૂા.-૩૫,૬૦,૪૦૦/નો તથા વાહનો મળી કુલ કિ રૂ ૪૦,૭૦,૪૯૦/નો મુદામાલ પકડેલ જે બાબતે ચાંગોદર પોલીસમાં ગુનો દાખલ થયો હતો અને આ ગુનાની તપાસ એએસઆઇ હિતેન્દ્રકુમાર આરઆરસેલે હાથ ધરી હતી. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાના હુકમમાં જણાવેલ સૂચના મુજબ મેજી. ફે.આર. રાઠોડ સાણંદ કોર્ટના છ સપ્તાહમાં કેસ ચલાવી લેતા સરકારી વકીલે દલીલો કરતા કોર્ટે આ કેસના આરોપી ગણપત ચોખારામ બીશ્નોઇ (ઉ.વ-૨૧) રહે.ઉડાસર તા.ગુડાપાલાની જી બાડમેર રાજસ્થાન, રમેશકુમાર ચનણા રામ પ્રજાપતિ (ઉ.વ.રપ) રહે.ઇન્દ્રા કોલોની તાપસાંચોંર જિ.ઝાલો૨ રાજસ્થાન, શ્રવણકુમાર પુનમારામ બીશ્નોઇ (ઉ.વ.૨૩) રહે.ગામપુ૨ તા.સાંચોર જિ.ઝાલોર રાજસ્થાનવાળા વિરૂધ્ધ પ્રોહી. એકટ કલમ ૬૫ (ઇ), ૮૧,૮૩, હેઠળ ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા દરેકને એક-એક લાખના દંડની સજા કરી છે.